Ahmedabad: ચેસમાં દેશ વિદેશમાં ડંકો વગાડનાર અમદાવાદના આ યુવા ખેલાડીએ એકલવ્ય સિનિયર એવોર્ડ માટે ઠોકી દાવેદારી
ઉલ્લેખનીય છે કે યુરોપનાં બેલગ્રાડે ખાતેની ચેસની આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં માનુષ શાહે 9 પૈકી 5.5 પોઇન્ટ મેળવી ત્રણ ગ્રાન્ડ માસ્ટરને પરાજીત કર્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગત વર્ષે તેણે દુબઇમાં અને આઇસલેન્ડમાં પણ માસ્ટર ટાઇટલ પ્રાપ્ત કર્યા છે. ગુજરાત સ્ટેટ ચેસ ચેમ્પિયશન માનુષ શાહે 2405 રેટિંગ પ્રાપ્ત કરતા આગામી એકલવ્ય સિનિયર એવોર્ડમાં તે દાવેદાર બન્યો છે.
આ સિદ્ધી બદલ અજય પટેલે માનુષ શાહને શુભેચ્છાઓ પાઠવી છે.
માનુષ શાહની સિદ્ધીઓ વિશે વાત કરીએ તો, તે 18 વખત ગુજરાત સ્ટેટ ચેસ ચેમ્પિયન અને -ત્રણ વખત ઓલ ઇન્ડિયા ઓપન રેટિંગ ચેસ ચેમ્પિયન રહી ચૂક્યો છે.
જો એવોર્ડ વાત કરીએ તો તેમને જયદિપસિંઘજી એવોર્ડ, સરદાર પટેલ એવોર્ડ મળી ચૂક્યા છે.
ટાઇટલ ઓફ FIDE માસ્ટર- ઓક્ટોબર 2018 અને 1st (ઇન્ટરનેશનલ માસ્ટર) IM નોર્મ હોલ્ડર - ડિસેમ્બર 2018 જેવી સિદ્ધી પણ મેળવી છે.
2nd IM નોર્મ હોલ્ડર - ફેબ્રુઆરી 2019 -3rd ઇન્ટરનેશનલ માસ્ટર નોર્મ 2022, જે સર્બિયા ખાતે યોજાયું હતું.