Ahmedabad Flower Show : આજથી અમદાવાદમાં ફ્લાવર શો, તસવીરો જોઈને થઈ જશો મંત્રમુગ્ધ
ફલાવર શોનું ઉદ્ઘાટન કર્યા બાદ મુખ્યમંત્રીએ કારમાં લટાર મારી હતી. આ કારને પણ ફૂલોથી શણગારવામાં આવી હતી..
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ વર્ષે ફલાવર શો આઝાદી કા અમૃત મહોત્સવ અને જી-20ની થીમ ઉપર આધારીત હશે. સવારે દસથી રાત્રિના દસ કલાક સુધીનો સમય ફલાવર શો માટે નકકી કરવામા આવ્યો છે
35 લાખના ખર્ચથી શરૂ કરવામાં આવેવા ફલાવર શો પાછળ આ વર્ષે ત્રણ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. અંદાજે 10 લાખથી વધુ મુલાકાતીઓ શોની મુલાકાત લેશે.
અલગ અલગ વીસ સ્થળે સેલ્ફી પોઈન્ટ સાથે યોજનારા ફલાવરશોમા પહોંચનારા તમામ લોકો માટે માસ્ક પહેરવો ફરજીયાત કરાયો છે
12 વર્ષથી ઉપરની વયના લોકો માટે ટિકીટનો દર 30 રૂપિયા રાખવામા આવ્યો છે.
વિવિધ કલરની વીસ જેટલી ગ્રીન વોલ સેલ્ફી પોઈન્ટ તરીકે તૈયાર કરવામા આવી છે. ઉપરાંત જુદી-જુદી સાઈઝના ફલાવર ટાવર,મહેંદીમાંથી બનાવેલી ઓલિમ્પિક રમતોના સ્કલ્પચરની સાથે બસો ફુટ લાંબી ગ્રીન વોલ,ફલાવર લવ ગેટ, ફલાવર ફોલ પોટ, ફલાવર ટ્રી તેમજ અલગ અલગ રંગના ફલાવર રોલના સ્કલ્પચર,બોલ તથા ડોલ્ફિન પણ લોકો માટે આકર્ષણનુ કેન્દ્ર બની રહેશે.
ફલાવર શોમાં વન્ય સૃષ્ટિ સંદર્ભમાં સ્કલ્પચરની સાથે સંજીવની પર્વત સાથેના હનુમાનજીની પ્રતિકૃતિ, ધન્વંતરી અને ચરકઋષિના સ્કલ્પચરની સાથે વેજીટેબલની વિવિધ જાતોની સાથે ઓર્કિડ,રેનેસ્કયુલસ,લિલિયમ,પીટુનીયા,ડાયન્થસ જેવી જાતોના દસ લાખથી વધુ પ્લાન્ટેશન પણ મુલાકાતીઓનુ આકર્ષણ બની રહેશે.ફુલોમાંથી આકર્ષક પ્રવેશદ્વાર અને સ્કાય ગાર્ડન પણ હશે.
ફલાવરશોના મુલાકાતીઓ માટે રીવરફ્રન્ટ ખાતે ઈવેન્ટ સેન્ટર ઉપરાંત અટલબ્રિજની પૂર્વ તરફ તથા એલિસબ્રિજ નીચેના ભાગમા ટિકીટ માટેના કાઉન્ટર રાખવામા આવશે.
આ ઉપરાંત શહેરના સાત ઝોનમા આવેલ ઝોનના સિવિક સેન્ટર ઉપરથી પણ લોકોને ટિકીટ મળી રહે એ માટેનુ તંત્ર દ્વારા આયોજન કરવામા આવ્યુ છે.
તસવીર સૌજન્યઃ ટ્વિટર