Amit Shah Gujarat Visit: અમિત શાહે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં કર્યુ વૃક્ષારોપણ, કહી આ વાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના સંસદીય મત વિસ્તાર ગાંધીનગરમાં વૃક્ષારોપણ કર્યુ હતું. જેમાં તેમણે કહ્યું વૃક્ષોના વાવેતરની દ્રષ્ટિએ ગાંધીનગર લોકસભા વિસ્તાર, ગુજરાતની હરિયાળીને વને વધુ ગાઢ કરવા નિશ્ચિત પ્રયાસ જરૂરી છે. સૌ નાગરિકોએ ભેગા થઇ પોતાના ગામ અને સોસાયટીમાં જેટલા ઘર કે એપાર્ટમેન્ટ, ટેનામેન્ટ હોય તે દીઠ એક વૃક્ષ તો વાવવું જોઈએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રકૃતિનું જતન એ પૃથ્વીના જતન એક માત્ર માર્ગ છે. કમનસીબે વિકાસની આંધળી દોટમાં પ્રકૃતિનું શોષણ કરવામાં આવી રહ્યું છે. વિકાસની આંધળી દોડે ઓઝોનના પડમાં મોટા ગાબડા પાડી દીધા છે. કાર્બન ડાયોકસાઇડનું શોષણ કરે તેવી વ્યવસ્થા જરૂરી છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
અમિત શાહે કહ્યું, વરસાદ લાવવો હોય તો વૃક્ષો વાવવા પડે, જમીનનું ધોવાણ અટકાવવું હોય તો વૃક્ષો વાવવા પડે. કોરોનાના એલાર્મથી આપણે સમજવું પડે કે ઓક્સિજનની અછતથી બચવું હોય તો વૃક્ષોનું વાવેતર જરૂરી છે.
આ કાર્યક્રમ અંતર્ગત એક જગ્યા પર 75000 વૃક્ષો રોપવામાં આવ્યા અને 2022 માં 21 લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નક્કી કરાયો.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પર્યાવરણ પ્રેમીઓ જોડાયા હતા અને અમિત શાહે તેમનું સન્માન કર્યુ હતું.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ વૃક્ષારોપણ કર્યું.
અમદાવાદના મેયરે પણ વૃક્ષારોપણ કર્યું