ATAL BRIDGE : પીએમ મોદીએ અટલ ફુટઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું, જુઓ અટલ બ્રિજના શાનદાર Photos
વર્લ્ડના પ્રથમ હેરિટેજ સીટી અમદાવાદની યશકલગીમાં વધુ એક છોગું ઉમેરાયું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે વડાપ્રધાન મોદીએ સાબરમતી નદી પર અટલ ફુટઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી નદી ઉપર એલિસ બ્રિજ તથા સરદાર બ્રિજની વચ્ચે રૂપિયા 74 કરોડ 29 લાખના ખર્ચે ફુટ ઓવર બ્રિજ તૈયાર કરાયો છે.
સાબરમતી રિવરફ્રન્ટ પર નવનિર્મિત અટલ ફૂટઑવર બ્રિજ દેશનો પ્રથમ આ પ્રકારનો ફુટ ઓવરબ્રિજ છે
અમદાવાદનો આ આઇકોનીક બ્રિજ રીવરફ્રન્ટ તેમજ અમદાવાદ શહેર માટે એક સ્ટેટસ બનશે. આ બ્રિજ એન્જિનિયરિંગની એક અજાયબી તરીકે ઓળખાશે.
આ બ્રિજમાં સ્ટીલનું વજન 2600 મેટ્રિક છે, બ્રિજની લંબાઈ 300 મીટર છે જેમાં વચ્ચેનો સ્પાન 100 મીટરનો છે.
પીએમ મોદીએ કહ્યું કે અટલ બ્રિજ માત્ર સાબરમતી નદીના બે કાંઠાને જોડતો નથી, પરંતુ તે ડિઝાઇન અને નવીનતામાં પણ અભૂતપૂર્વ છે.
પીએમ મોદીએ કહ્યું કે અટલ બ્રિજની ડિઝાઇનમાં ગુજરાતના પ્રખ્યાત પતંગ મહોત્સવની પણ કાળજી લેવામાં આવી છે.