અમદાવાદઃ મેથ્સના જાણીતા શિક્ષકે 14મા માળેથી પડતું મૂકીને આપઘાત કર્યો, માનસિક બીમારીથી પીડાતા હતા
હાલમાં પોલીસે શિક્ષકના પડવાના સીસીટીવી ફૂટેજ મેળવી લીધા છે. આ બાદ પોલીસ બિલ્ડીંગના અન્ય લોકો સાથે પૂછપરછ કરી શકે છે. હાલ પોલીસ વધુ તપાસ કરીને આગળની કાર્યવાહી કરશે. (તમામ તસવીર સૌજન્યઃ પાર્થ ટાંક ફેસબુક)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાર્થ ટાંક ધરણીધર ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ મેથ્સના કોચિંગ ક્લાસ ચલાવતા હતા. મૃતકને માનસિક બીમારી હતી, જેના કારણે તેણે આ અંતિમ પગલું હોવાની શક્યતા છે. આ અંગે એમ ડિવિઝનના એસીપી વી જી પટેલના જણાવ્યાં પ્રમાણે, પાર્થ ટાંક વર્ષ 2012થી માનસિક અસ્વસ્થ હતા અને તેમની સારવાર પણ ચાલી રહી હતી.
આત્મહત્યા કરનાર પાર્થ ટાંક ધરણીધર દેરાસર પાસે રહેતા હતા. આજે સવારે જીમમાં જવાના બદલે સીધા ટેરેસ પર જ પહોંચ્યા હતા. જ્યાંથી તેમણે પડતું મૂક્યું હતું. મૃતક છેલ્લા 9 - 10 દિવસથી જીમમાં આવ્યા ન હતા, જેથી તેમની આત્મહત્યાનુ કારણ અકબંધ છે.
અમદાવાદ : શહેરના વિશાલા સર્કલ પાસેની હાઇરાઇઝ બિલ્ડીંગ પરથી નામાંકિત કોચિંગ ક્લાસ ચલાવતા શિક્ષકે મોતની છલાંગ મારી છે. પાર્થ ટાંક નામના શિક્ષકે હાઇરાઇઝ બિલ્ડીંગના 14મા માળેથી કૂદીને આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું. વાસણા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -