રાધિકા અને અનંતના લગ્નમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ, જાણો કોણ કેટલી વસૂલશે ફી?
Anant - Radhika Wedding: આ દિવસોમાં દેશના અગ્રણી ઉદ્યોગપતિઓમાંથી એક અંબાણી પરિવાર તેમના પુત્રના લગ્નને એન્જોય કરી રહ્યો છે. છેલ્લા કેટલાય મહિનાઓથી લોકો અલગ-અલગ ફંક્શનમાં આ લગ્નની ઝલક જોઈ રહ્યા છે. હવે જ્યારે આ ભવ્ય લગ્નનો સમય નજીક આવી ગયો છે, ત્યારે ઉજવણી વધુ જોરશોરથી જોવા મળી રહી છે. અત્યાર સુધી લોકોએ અનંત-રાધિકાના લગ્નમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સને પરફોર્મ કરતા જોયા છે, હવે આ કપલના લગ્નમાં ઈન્ટરનેશનલ સ્ટાર્સ પણ પરફોર્મ કરશે. તો ચાલો જાણીએ કે આ માટે કોણ કેટલો ચાર્જ વસૂલશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાધિકા અને અનંતના લગ્નમાં ડ્રેક, એડલ અને લાના ડેલ રે જેવા ઇન્ટરનેશનલ સ્ટાર્સ પોતાનો જાદુ ફેલાવતા જોવા મળશે. અહેવાલો અનુસાર, આ સ્ટાર્સ તેમના પરફોર્મન્સ માટે મોટી ફી લેશે
રિપોર્ટ્સ અનુસાર, ડ્રેક તેના પરફોર્મન્સ માટે કરોડો રૂપિયા ચાર્જ કરવા જઈ રહ્યો છે. અહેવાલ છે કે અંબાણી પરિવારના ફંક્શનમાં પરફોર્મ કરવા માટે ડ્રેક 51 કરોડ રૂપિયાની મોટી રકમ ચાર્જ કરી રહ્યો છે
બીજી તરફ સિંગર લાના ડેલ રેની વાત કરીએ તો તે અંબાણીના વેડિંગ ફંક્શનમાં પરફોર્મ કરશે. આ માટે લાના ડેલ રે લગભગ 17 કરોડ રૂપિયાની ફી વસૂલી રહી છે.
બીજી તરફ, સિંગર પરફોર્મર એડલ પણ આ ભવ્ય લગ્નમાં હાજરી આપશે. એડલ તેના પર્ફોર્મન્સ માટે 17 કરોડ રૂપિયાની તગડી રકમ વસૂલે છે.
અનંત અને રાધિકા 12 જુલાઈના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે. હાલમાં જ બંનેના લગ્નની વિધિ સોશિયલ મીડિયા પર દરેક માટે ચર્ચાનો વિષય બની છે.
આ ભવ્ય લગ્ન માટે અંબાણી પરિવારે દરેક ખાસ વ્યવસ્થા કરી છે. આ કપલના લગ્ન પહેલા અંબાણી પરિવારે મુંબઈમાં 50 જરૂરિયાતમંદ યુગલોના લગ્નનું પણ આયોજન કર્યું હતું.ગઈકાલે રાધિકા અને અનંતનું મામેરુ ભરાયું હતુ. આ આયોજન એન્ટીલિયામાં કરવામાં આવ્યું હતું. જેમાં જ્હાન્વી કપૂરે પણ તેના રૂમર્ડ બોયફ્રેન્ડ સાથે હાજરી આપી હતી.