Arvind Kejriwal Ahmedabad Visit 2022: અમદાવાદમાં કેજરીવાલ રિક્ષા ડ્રાઈવરના ઘરે ગયા જમવા, ઓટોમાં કરી સવારી, જુઓ તસવીરો
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હોટલમાંથી ઓટો રિક્ષામાં બેસી ઓટો ચાલકના ઘરે જમવા પહોંચ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેજરીવાલમાં રિક્ષામાં બેસીને જમવા હતા હતા ત્યારે પોલીસે તેમને અટકાવ્યા ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અને પોલીસ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી.
અંતે પોલીસે કેજરીવાલને રિક્ષામાં જવા દેવાયા હતા. ઓટો રિક્ષા ચાલકે તેમને જમવા આમંત્રણ આપ્યું હતું તેથી તેઓ ત્યાં જમવા ગયા હતા. (તસવીર સૌજન્યઃ ટ્વીટર)
રિક્ષા ચાલકના ઘરે ભોજન કર્યા બાદ અરવિંદ કેજરીવાલે તેના પરિવારજનો સાથે વાત કરી હતી. (તસવીર સૌજન્યઃ ટ્વીટર)
રિક્ષા ચાલકના પરિવારજનો સાથે વાત કરતાં દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ. (તસવીર સૌજન્યઃ ટ્વીટર)
રિક્ષા ચાલકના ઘરે ભોજન વખતે કેજરીવાલની સાથે ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી અને ઈંદ્રનિલ રાજ્યગુરુ પણ હાજર રહ્યા હતા. (તસવીર સૌજન્યઃ ટ્વીટર)
ગોપાલ ઈટાલિયાએ કેજરીવાલ અને ઈસુદાન ગઢવી સાથે રિક્ષામાં સેલ્ફી લીધી હતી. (તસવીર સૌજન્યઃ ટ્વીટર)
રિક્ષા ચાલકના ઘરે જમ્યા બાદ અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે વિક્રમભાઈ અને તેમના પરિવારે મને જમાડ્યો અને ખૂબ જ સારું જમવાનું હતું. (તસવીર સૌજન્યઃ ટ્વીટર)
રિક્ષા ચાલક સાથે ભોજન કરતાં કેજરીવાલ, ગોપાલ ઈટાલીયા અને ઈન્દ્રનીલ રાજ્યગુરુ. (તસવીર સૌજન્યઃ ટ્વીટર)