Gujarat Government Formation: CM ભૂપેન્દ્ર પટેલની સાથે કોણે કોણે લીધા મંત્રી પદના શપથ ?
પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ, વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ, જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલ, સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઉપરાંત જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયા, જામ ખંભાળિયાના ધારાસભ્ય મુળુભાઈ બેરા, સંતરામપુરના કુબેર ડિંડોરે પણ કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા.
સુરતના મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવી તથા અમદાવાદના નિકોલના જગદીશ વિશ્વકર્માએ રાજયકક્ષાના મંત્રી (સ્વતંત્રહવાલો) તરીકે શપથ લીધા.
ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય પરસોત્તમભાઈ સોલંકી, દાહોદના દેવગઢ બારિયાના ધારાસભ્ય બચુભાઈ ખાબડ તથા સુરતના ઓલપાડના મુકેશ પટેલે રાજ્યકક્ષા મંત્રી તરીકે શપથ લીધા.
સુરતના પ્રફુલ પાનસેરિયા, મોડાસાના ધારાસભ્ય ભીખુસિંહ પરમાર તથા કુંવરજી હળપતિએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા.
PM મોદીએ ટ્વિટ કરીને ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ગુજરાત સરકારમાં મંત્રી તરીકે શપથ ગ્રહણ કરનાર મંત્રીમંડળના તમામ સાથીઓને અભિનંદન આપ્યા.