Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Biparjoy Cyclone Photo: તસવીરોમાં જુઓ બિપરજોય વાવાઝોડાને કારણે થયેલા નુકશાનીના દ્રશ્યો
ઉતર ગુજરાતમાં બીપરજોય વાવાઝોડાની અસર જોવા મળી હતી. અરવલ્લીમા ભારે પવન સાથે વરસાદ ખાબકતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થતયા હતા. મોડાસામાં 30 થી 40 કિમી ઝડપે પવન ફૂંકાયો હતો. ઘણા જગ્યાએ બેનર અને વીજ પોલ પણ ધરાશાયી થયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં ગઈ કાલે આવેલા બિપરજોય વાવાઝોડાને કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે. જેના કારણે યાતાયાતમાં મુશ્કેલી આવી રહી છે.
બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે ઠેર ઠેક પાણી ભરાયા હતા. જેને લઈને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
થરાદમાં ભારે વરસાદ થતા 190 વીજપોલ ધરાશાયી થયા છે. આ ઉપરાંત ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે.
દ્વારકામાં વાવાઝોડાની અસર જોવા મળી હતી. અનેક જગ્યાએ ખાણીપીણીના સ્ટોલ ધરાશાયી થયા હતા.
ઓખામાં પણ વાવાઝોડાને કારણે ભારે નુકશાન જોવા મળ્યું હતું, અનેક ઘરના છાપરા ઉડી ગયા હતા.
ગીર સોમનાથમાં પણ વાવાઝોડાના કારણે નુકશાની થઈ છે. કોડીનારમાં મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થયા છે.
જામનગરમાંથી પણ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. અહીં અનેક વૃક્ષો ધરાશાયી થયા છે.