Biparjoy Cyclone Photo: બિપરજોય વાવાઝોડા સર્જી તારાજી, ક્યાંક મકાન ધરાશાયી તો ક્યાંક વૃક્ષો
Biparjoy Cyclone Photo : ચક્રવાત બિપરજોય ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકવાનું શરૂ કર્યું છે. આ વાવાઝોડું આજે રાત્રે કચ્છ જિલ્લાના જખૌ બંદર નજીક ભારે વિનાશ સર્જી શકે છે. આ દરમિયાન રાજ્યભરમાં વાવાઝોડાથી થયેલા નુકસાનની તસવીરો સામે આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યના અનેક વિસ્તારોમાં વાવાઝોડાને કારણે વરસાદ પડી રહ્યો છે. અમરેલીમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ નિર્માણ પામી છે.
બિપોરજોય વાવાઝોડાને કારણે અનેક મકાનો ધરાશાયી થયા છે.
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નદી નાળા છલકાયા છે
બિપરજોય વાવાઝોડાને કારણે દરિયામાં 15થી 30 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે.
દરિયો તોફાની બનતા તંત્રએ લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ કહ્યું હતું કે, આ વાવાઝોડાની ઝડપ મહત્તમ 140 કિલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે છે.
દીવના કાંઠે વિસ્તારમાં આવેલ મકાન ધરાશાયી થયું હતું.
નવસારી સહિત અનેક વિસ્તારોમાં દરિયામાં કરંટ જોવા મળ્યો હતો.
હવામાન શાસ્ત્રીઓનું અનુમાન છે કે, લેન્ડફોલ કર્યા પછી ચક્રવાતની ગતિ ઘટશે. તે ઉત્તર-પૂર્વ તરફ આગળ વધતા પહેલા દક્ષિણ-દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનને અસર કરશે.
આ વાવાઝોડાની સૌથી વધુ અસર કચ્છ અને સૌરાષ્ટ્રમાં જોવા મળશે. ગુરુવાર,શુક્રવાર અને શનિવારે વરસાદ પડશે.