Martyr Mahipal Sinh: ભારત માતા કી જયના નારા સાથે શહિદને આપવામાં આવી શ્રદ્ધાંજલિ, CM સહિતના મહાનુભવો રહ્યા ઉપસ્થિત
Martyr Mahipal Sinh: શહીદ વીર મહિપાલસિંહ વાળાના નશ્વરદેહને અમદાવાદ એરપોર્ટથી વિરાટનગર તેમના નિવાસસ્થાન લાવવામાં આવ્યો હતો. જ્યાં વીરને અંતિમ વિદાઈ આપવા હજારોની સંખ્યામાં લોકો પહોંચ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશહીદ વીરનોનો પાર્થિવ દેહ ઘરે પહોંચતા જ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવવામાં આવ્યા હતા.
આ ઉપરાંત શહીદ મહિપાલ સિંહને શ્રદ્ધાંજલિ પાઠવવા કોંગ્રેસ નેતા શૈલેષ પરમાર અને મનિષ દોશી પહોંચ્યા હતા.
તો બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શહીદ મહિપાલસિંહ વાળાને શ્રધ્ધાંજલી આપવા પહોચ્યા હતા.
શહીદના પત્ની પતિને અંતિમ વિદાઈ આપવા પહોંચતા જ વાતાવરણ ગમગીન થયું હતું અને ત્યાં હાજર સૌ કોઈની આંખો આંસુથી ભીજાઈ હતી.
શહીદ મહીપાલસિંહને નાનપણથી સેનામાં જવાની ઈચ્છા હતી. તો બીજીતરફ 15 ઓગસ્ટે જ મહીપાલસિંહનો જન્મદિવસ દિવસ હતો. તેમના 3 વર્ષ પહેલા જ લગ્ન થયા હતા.
હાલમા તેમના પત્ની ગર્ભવતી છે. સંતાનનું મોઢું જોવે તે પહેલા જ મહિપાલ સિંહ મા ભોગની રક્ષા કાજે શહીદ થયા છે. જમ્મુ કાશ્મીરના કુલગામમાં થયેલ અથડામણમાં 3 જવાનો શહીદ થયા હતા. તેમાના એક મહિપાલસિંહ વાળા પણ હતા.
વિરાટનગર નિવાસસ્થાને હિન્દુ વિધિ પૂર્ણ કર્યા બાદ અંતિમ દર્શન માટે પાર્થિવદેહને ચોગાનમાં રાખવામાં આવ્યો હતો. જ્યાં હજારોની સંખ્યામાં લોકો તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.
વિરાટનગર રોડની બંને બાજુ મોટી સંખ્યામાં લોકો શ્રધ્ધાંજલિ આપવા ભેગા થયા હતા.
પરિવારજનોની સાથે સાથે શહેરના હજારો લોકોએ શહીદને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.