Ahmedabad : ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી બન્યા પછી કેવી રીતે ઉજવી પહેલી ઉત્તરાયણ? જુઓ તસવીરો
અમદાવાદઃ આજ સવારથી જ સમગ્ર ગુજરાતમાં પતંગ રસિકો પોતાના ધાબા પર ચડીને પતંગની મોજ માણી રહ્યા છે. જોકે, કોરોના સંક્રમણ હોવાથી લોકો તકેદારી સાથે ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે. આજે મુખ્યમંત્રી બન્યા પછી ભૂપેન્દ્ર પટેલની પહેલી ઉત્તરાયણ છે, ત્યારે તેમણે પોતાની પહેલી ઉત્તરાયણ પોતાના ભાઈના ઘરે ઉજવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનારણપુરા સ્થિત ભાઈના ઘરે સીએમ પહોંચ્યા. સીએમ પોતના ભાઈ કેતન પટેલના ઘરે ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે. પતંગ ચગાવી તેમણે ઉત્તરાયણ ઉજવી છે. રાજ્યની પ્રજાને મકર સંક્રાતિની આપી શુભેચ્છા. કોરોના સંક્રમણને પગલે પોલીસ દ્વારા ધાબા પર ડીજે વગાડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ સાથે કોરોનાના નિયમ સાથે ઉત્તરાયણ ઉજવવાની સૂચના આપવામાં આવી છે.
સવારે ભૂપેન્દ્ર પટેલે જગન્નાથ મંદિરે દર્શનનો લ્હાવો લીધો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગરીબોને દાન કર્યું.
ઉત્તરાયણ પર જગન્નાથ મંદિરે પૂજા કરી
ઉત્તરાયણ પર જગન્નાથ મંદિરે પૂજા કરી
ઉત્તરાયણ પર ગાયમાતાની પૂજા કરી.
જગન્નાથ મંદિરે દર્શને પહોંચ્યા.
વસ્ત્ર દાન કરી રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ