ગુજરાતમાં કોરોનાનો કાળો કેરઃ એક વર્ષ પહેલા લાગતી રાશન માટે લાઇન, હવે કોરોના સારવાર માટે લાઇન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Apr 2021 03:10 PM (IST)
1
અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ગયા વર્ષે આ સમય આસપાસ જ ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી થઈ હતી. ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી પછી લોકડાઉન લગાવી દેવામાં આવતાં લોકોના કામધંધા છીનવાઇ ગયા હતા. જેને કારણે લોકોએ વતન ભણી દોડ લગાવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
એક વર્ષ પહેલા સરકારે લોકડાઉનમાં વિનામૂલ્યે રાશન આપવાની જાહેરાત કરતાં લોકોએ રાશન લેવા માટે પડાપડી કરી હતી.
3
ગુજરાતમાં પહેલું લોકડાઉન લાગ્યું ત્યારે લોકોએ ઘરે જવા માટે બસોમાં બેસવા લાઇનો લગાવી હતી.
4
જોકે, હવે એક વર્ષ પછી ચિત્ર બદલાયું છે અને લોકો કોરોનાના ટેસ્ટ માટે લાઇન લગાવી રહ્યા છે.
5
લોકો પોતાના પરિવારના સભ્યોને કોરોનાનું ઇન્જેશન મળી રહે તે માટે લાઇન લગાવી રહ્યા છે.
6
સ્મશાનમાં પણ લાઇનો લાગી છે. પરિવારના સભ્યોના ખબર-અંતર પૂછવા લાઇનો લાગી છે.