Ahmedabad: ડાયરાના આ કલાકારની કેટલા મતથી થઈ જીત, જાણો કોણ છે ?
અમદાવાદઃ ગુજરાતના છ મહાનગર પાલિકાના જાહેર થયેલા પરિણામોમાં ભાજપની ભવ્ય જીત થઈ હતી. જેના પરથી શહેરી વિસ્તારોમાં લોકોનો ભાજપ પર ભરોસો અકબંધ હોવાનું ફરી એક વખત સાબિત થયું હતું. અમદાવાદ મ્યુનિસિપલની ચૂંટણીના ઈતિહાસમાં ભાજપે સૌથી વધુ 159 બેઠકો જીતવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે 192માંથી 159 સીટ જીતી હતી. જ્યારે કોગ્રેસને 25 તથા અન્યને એક બેઠક મળી હતી. ભાજપે 2015માં કોંગ્રેસ પાસે રહેલી ઘણી બેઠકો આંચકી લીધી હતી.
તમામ તસવીરોઃ ડો. રણજીત વાંક ફેસબુક
ભાજપના વિજેતા ઉમેદવાર ડો.રણજીતસિંહ વાંકને 20,903 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના રણજીતસિંહ બારડને 16,652 મત મળ્યા હતા. ડો. વાંક જાણીતા લોકસાહિત્યકાર છે. દેશ વિદેશમાં તેમણે અનેક ડાયરા ગજવ્યા છે અને ગુજરાતના જાણીતા કલાકારો, લોક સાહિત્યકારો સાથે સ્ટેજ શેર કર્યુ છે. તેમના પત્ની પણ ડોક્ટર છે.
આ વખતની ચૂંટણીમાં ભાજપે ત્રણ ટર્મથી જીતતા કોર્પોરેટરોને કાપીને તેમના સ્થાને નવા ચહેરાઓને તક આપી હતી. જેનો લાભ પણ ચૂંટણીમાં ભાજપને થયો હતો. આ વખતે ભાજપે વિરાટનગર વોર્ડમાંથી ડો. રણજીતસિંહ વાંકને ટિકિટ આપી હતી. કોંગ્રેસ તેમની સામે રણજીતસિંહ બારડને ઉમેદવાર બનાવ્યા હતા. ડો. રણજીતસિંહ વાંકે તેમના હરિફ ઉમેદવારને 4341 મતથી હાર આપીને કેસરિયો લહેરાવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -