Uttarayan 2025: અમદાવાદમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે માણી ઉત્તરાયણની મજા, જુઓ તસવીરો
મકરસંક્રાતિ પર્વની ગુજરાત સહિત દેશભરમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતના સહિતના મહાનગરમાં પતંગરસિકોને જલસા પડી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમિત શાહે અમદાવાદ ખાતે કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણની ઉજવણી કરી હતી. મેમનગરનાં શાંતિ નિકેતન એપાર્ટમેન્ટ ખાતે પતંગ ચગાવી હતી. અમિત શાહની પત્નીએ તેમની ફિરકી પકડી હતી. સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા.
ઉત્તરાયણની ઉજવણીમાં અમિત શાહની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તે સિવાય કે.સી પટેલ, ઋત્વિજ પટેલ, દેવાંગ દાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી 3 દિવસ સુધી ગુજરાતના પ્રવાસે છે. તેમણે ઉત્તરાયણની મજા માણી હતી. સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ 3 દિવસમાં તેઓ કરોડોના વિકાસના કાર્યોનું પણ લોકાર્પણ કરવાના છે
અમિત શાહ આજે ઘાટલોડિયામાં આવાસનું ખાતમુહૂર્ત અને ગુજરાત પોલીસ આવાસ નિગમનું ખાતમુહૂર્ત કરશે. ત્યારબાદ તેઓ જગન્નાથ મંદિરમાં દર્શન - પૂજા કરશે. બપોરે 3:45 વાગ્યે રાણીપમાં ઉત્તરાયણની મજા માણશે. 4:15 વાગ્યે સાબરમતી વોર્ડમાં પણ પતંગ ચગાવશે.
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટના આકાશમાં પેચ લગાવ્યા હતા. વિજયભાઈ સાથે પતંગબાજીમાં તેમના પુત્ર ઋષભ રૂપાણી જોડાયા હતા. અમરેલી મુદ્દે દીકરી પાયલને ન્યાય મળવાનો વિજયભાઈનો અટલ વિશ્વાસ છે. મંત્રી મંડળના વિસ્તરણની શક્યતાને વિજયભાઈએ સહજ અને સ્વાભાવિક ગણાવી હતી.