Ahmedabad Rains: બે ઈંચ વરસાદથી અમદાવાદ થયું જળબંબાકાર, જુઓ તસવીરો
અમદાવાદમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરમાં ચાર કલાકમાં સરેરાશ બે ઇંચ વરસાદ વરસ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદોઢ ઇંચ વરસાદમા અનેક વિસ્તારો જળબંબાકાર થયા હતા. ચકુડિયા, રામોલ, નિકોલ અને મણિનગરમાં સવા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો.
શહેરના પૂર્વ ઝોનમાં આવેલ ચકુડીયા, વટવા, મણીનગર અને નિકોલમાં ફક્ત ચાર કલાકમાં ત્રણ ત્રણ ઈંચ વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાવાને લીધે પૂર્વના રહીશો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હાટકેશ્વર વિસ્તાર બેટમાં ફેરવાયો હતો
રસ્તાથી નારોલ સર્કલ સુધી ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. ઈસનપુર હાઈવે ચાર રસ્તાથી મોની હોટલ, મટનગલીથઈ નારોલ સર્કલ તરફનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
કાશીરામ ટેક્સટાઈલ જંક્શન, ઈસનપુર ક્રોસ રોડ, પ્રિંસ હોટેલ, મોતી બેકરી, દાણીલીમડા સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. ધોધમાર વરસાદને પગલે ખોખરા, હાટકેશ્વર સર્કલ, ઓઢવ ચાર રસ્તા, વિરાટનગર, બાપુનગર, ગોમતીપુર, રખિયાલ, સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને લીધે રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા.
અમદાવાદમાં સિઝનનો અત્યાર સુધીમાં 20.30 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.