Gujarat Election 2022: મત માટે નેતાઓ બન્યા 'રત્ન કલાકાર', જુઓ તસવીરો
ગુજરાત ચૂંટણી પ્રચાર દરમિયાન મતદારોને રિઝવવા નેતાઓ વિવિધ તરકીબો અજમાવી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનિકોલ ખાતે ભાજપના ઉમેદવાર અને રાજ્ય સરકારના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ હીરાના કારખાનામાં હીરા ઘસવા પર હાથ અજમાવ્યો હતો.
જગદીશ પંચાલે હીરાથી BJP લખેલા ડાયમંડનું એસોર્ટિંગ પણ કર્યું હતું.
સુરતમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ હીરા પર હાથ અજમાવ્યો હતો.
હીરાના કારખાનામાં કારીગરો સાથે બેસીને અરવિંદ કેજરીવાલે હીરા ઘસ્યા હતા.
ઉપરાંત કેજરીવાલે હીરા અંગેની માહિતી પણ મેળવી હતી.
અમદાવાદ પૂર્વમાં તથા સુરતમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્ન કલાકારોના મત રાજકીય પાર્ટીઓ માટે સૌથી મહત્વના છે.
પ્રથમ તબક્કા માટે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં અને અમદાવાદમાં બીજા તબક્કામાં હીરાકામ સાથે જોડાયેલા મતદારોના મત મળે તે માટે વિવિધ રાજકીય પાર્ટીઓએ વિશેષ ટીમ બનાવીને હીરાના કારખાને જઇને તેમને વધુમાં વધુ શૈક્ષણિક, સામાજીક અને રાજકીય ફાયદો મળે તેવા પ્રયાસો કરી રહ્યા છે.
અમદાવાદ પૂર્વમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્ન કલાકારો અને તેમના પરિવારના લાખો મત રાજકીય પાર્ટીઓ માટે મહત્વના છે. જેથી વિવિધ રાજકીય પાર્ટીઓએ હીરાના કારખાનાઓમાં જઇને રત્ન કલાકારોને રીઝવવાનું શરૂ કર્યું છે.
હાલ હીરા ઉદ્યોગમાં વિવિધ કામગીરીમાં મળતો વળતરનો દર ઓછો હોવાને કારણે તેનો વધારો કરી આપવાની પણ ખાતરી આપી હતી. તો આમ આદમી પાર્ટી તેમના ગેંરટી કાર્ડ આપી રહી છે. જેમાં બાળકોને મફત શિક્ષણ, મેડીકલની સાથે વીજળી મફત આપવા ઉપરાંત, ગુજરાતના લાખો રત્ન કલાકારોના પડતર પ્રશ્નો હલ કરવા માટેના વચન આપે છે.