Ahmedabad : યુનિવર્સિટી વિસ્તારમાં લિફ્ટ તૂટી પડતાં 7 શ્રમજીવીનાં કરૂણ મોત, પરિવારજનોનું હૈયાફાટ રૂદન, જુઓ તસવીરો
એસ્પાયર-2 નામની બિલ્ડીંગમાં લિફ્ટના આરસીસીનું કામ ચાલી રહ્યું હતું ત્યારે આ ઘટના સર્જાઈ હતી. જેમાં 7 શ્રમિકોના કરૂણ મોત થયાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબિલ્ડીંગમાં લિફ્ટની કામગીરી ચાલતી હતી ત્યાર આજે સવારે 9 વાગ્યાની આસપાસ એસ્પાયર 2 નામની બિલ્ડીંગમાં આ દુર્ઘટના ઘટી હતી.
દુર્ઘટનામાં સ્વજનો ગુમાવ્યા બાદ પરિવારજનોએ હૈયાફાટ રૂદન કર્યુ હતું. સવારે 9 વાગ્યા આસપાસ ઘટના બની હોવા છતાં મીડિયામાં બપોરે આ ઘટના આવી હતી.
મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા બાદ સત્તાધીશો સ્થળ પર પહોંચ્યા હતા.
દુર્ઘટનામાં મોતને ભેટલા શ્રમિતો ઘોઘંબાના રહેવાસી હતા. લિફ્ટ તૂટતા તેઓ નીચે પટકાવાના કારણે તેઓના મોત થયા હતા.
મૃતકોના નામ સંજયભાઈ બાબુભાઇ નાયક , જગદીશભાઈ રમેશભાઈ નાયક, અશ્વિનભાઈ સોમાભાઈ નાયક, મુકેશભાઇ ભરતભાઇ નાયક, રાજમલ સુરેશભાઇ ખરાડી, પંકજભાઇ શંકરભાઇ ખરાડી હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં નવી બિલ્ડિંગના બાંધકામ દરમિયાન લિફ્ટ તૂટવાને કારણે આઠ મજૂરો નીચે પટકાયા હતાં. સાતમા માળેથી પટકાયેલા આઠ મજુરોમાં સાતના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતાં.
આ ઘટના બની ત્યારે સાઈટની ઓફિસમાંથી લાઈટ પંખા ચાલુ મૂકી સુપરવાઈઝર સહિતના લોકો નીકળી ગયા હતાં.
ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ અધિકારી જયેશ ખડિયાએ જણાવ્યું હતું કે આ બાબતે અમને કોઈપણ પ્રકારની જાણ કરવામાં આવી નથી. મીડિયા મારફતે અને મિત્રો દ્વારા મળી હતી