ISIS Terrorist: IPL ક્વોલિફાયર માટે અમદાવાદ પહોંચવાની હતી 3 ટીમો, આ પહેલા જ એરપોર્ટ પરથી ઝડપાયા ISIS ના આ 4 આતંકી
IPL ક્વોલિફાયર મેચ પહેલા ગુજરાત ATSએ મોટી કાર્યવાહી કરી છે. ISISના ચાર આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ એરપોર્ટ પરથી ISISના ચારેય આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. ચારેય આરોપીઓ શ્રીલંકાના નાગરિક છે.
ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે કહ્યું કે માહિતી મળી હતી કે ચાર લોકો મોહમ્મદ નુસરત, મોહમ્મદ નુફરન, મોહમ્મદ ફારીસ અને મોહમ્મદ રાઝદીન છે. આ 4 લોકો શ્રીલંકાના નાગરિક છે અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટના સક્રિય સભ્યો છે.
આઈપીએલ ક્વોલિફાયર અને એલિમિનેટર ગેમ્સ માટે અમદાવાદ એરપોર્ટ પર આઈપીએલની ત્રણ ટીમોના આગમન પહેલા આ ધરપકડ કરવામાં આવી છે. હાલ એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.
ચારેય આતંકીઓના નામ મોહમ્મદ નુસરત, મોહમ્મદ નુફરન, મોહમ્મદ ફારિસ અને મોહમ્મદ રઝદીન છે.
IPL 2024ની પ્રથમ ક્વોલિફાયર મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે. જ્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ અને RCB વચ્ચે એલિમિનેટર મેચ રમાશે.