છઠ્ઠા નોરતે અમદાવાદમાં જામ્યો શેરી ગરબામાં રંગ, બહેનોએ પહેર્યો પારંપરિક પોશાક ને માથે લીધી ગરબી, જુઓ તસવીરો
અમદાવાદઃ નવરાત્રી 2021ની શરૂઆત થઇ ચૂકી છે. સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર કોરોના બાદ બહેનો ગરબે રમતી જોવા મળી છે. અમદાવાદમાં બહેનો ઠેર ઠેર શેરી ગરબામાં ગરબે ઘૂમતી દેખાઇ છે. અહીં કેટલીક તસવીરો અમે તમને બતાવી રહ્યાં છીએ.જુઓ તસવીરો.....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appછઠ્ઠા નોરતે અમદાવાદમાં શેરી નોરતામાં ફરી એકવાર રંગ જામ્યો છે. બહેનો પરંપરાગત પોશાક પહેરીને માથે ગરબો લઇને ઘૂમતી દેખાઇ, આ પ્રકારના ગરબા શહેરની શેરીઓમાં એટલે કે નારણપુરા સહિતના વિસ્તારમાં જોવા મળી રહ્યાં છે.
જ્યાં શેરીઓ નથી ત્યાં લોકો ફ્લેટના ખુલ્લા કેમ્પસમાં ગરબાની રમઝટ બોલાવતા દેખાયા. અહીં બહેનોએ માથે ગરબી લઇને માતાજીના ગરબા રમ્યા. કોરોના વાયરસ મહામારીના કારણે આ વખતે પાર્ટી પ્લૉટ કલ્ચરની જગ્યાએ લોકો પોત પોતાની શેરીઓમાં ગરબે ઘૂમી રહ્યાં છે.
અમદાવાદમાં નારણપુરા વિસ્તારમાં એકસરખા પોશાકમાં એટલે કે વાદળી ચણીયાચોળીમાં ગરબે ઘૂમતી દેખાઇ.
સાયન્સ સિટી વિસ્તારમાં આ વખતે ગરબાની રમઝટમાં પારંપરિક પદ્ધતિએ પણ પાડ્યો, અહીં બહેનો ટ્રેડિશનલ પોશાકની સાથે સાથે માથે ગરબીઓ લઇને માતાજીના ગરબા રમી રહી છે.