અમદાવાદમાં ધોધમાર વરસાદ, એક કલાકમાં એક ઈંચ વરસાદ પડતા અનેક વિસ્તારમાં પાણી ભરાયા
gujarati.abplive.com
Updated at:
09 Aug 2024 05:17 PM (IST)
1
પશ્ચિમ ઝોનમાં એસ.જી. હાઈવે, સોલા, થલતેજ, સાયન્સ સિટી, બોપલ, ઘુમા, સેટેલાઈટ, નવરંગપુરા, નારણપુરા, વસ્ત્રાપુર, શિવરંજની, માણેકબાગ, ઘાટલોડિયા, ગોતા અને રાણીપ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
મધ્ય ઝોનમાં જમાલપુર, પાલડી, ખાડિયા, લાલ દરવાજા, એલિસબ્રિજ, આંબાવાડી, વાડજ, સુભાષબ્રિજ અને શાહીબાગ જેવા વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ પડ્યો હતો.
3
શહેરના અન્ય વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો હતો.
4
જોકે, માત્ર એક ઈંચ વરસાદમાં જ શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી.
5
સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પાણી નિકાલની વ્યવસ્થા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. વરસાદને કારણે શહેરના તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.