Ahmedabad: AMTSએ વધુ એક નાગરિકને લીધો અડફેટે, જુહાપુરામાં બની ઘટના
આ શહેરનાં લોકોને આશીર્વાદ ક્યારેક ને ક્યારેક શ્રાપ રૂપ બની જાય છે. અમદાવાદની લાઈફલાઈન ગણાતી એએમટીએસની ટક્કરથી વધુ એક વ્યક્તિ ઘાયલ થયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજુહાપુરાના અંબર ટાવર નજીક બસની ટક્કર વાગતા રાહદારી ઘાયલ થયો હતો. આ અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી.
બસનો રૂટ 31/5 લાલ દરવાજા- માધવનગર (સાણંદ)નો હતો. રોષે ભરાયેલા લોકોએ બસ પર પથ્થરમારો કરી કાચ તોડી નાંખ્યા હતા.
અમદાવાદ શહેરના માર્ગો પર લાખો મુસાફરોને લઇને દોડતી જાહેર પરિવહનની બસો દ્વારા અકસ્માતોના બનાવોની તાજેતરમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી.
અમદાવાદ શહેરમાં છેલ્લાં 5 મહિનામાં એએમટીએસ અને બીઆરટીએસ બસ દ્વારા 300થી વધુ અક્સ્માત થયા છે. જેમાં ત્યાર સુધી 13 જેટલા લોકોના મોત થયા છે.
અમદાવાદ શહેરમાં ચાલતી એએમટીએસ બસ અને બીઆરટીએસ બસ દ્વારા શહેરમાં 300થી વધુ અક્સ્માત સર્જયા છે. જેમાં AMTS દ્વારા 119 જેટલા અક્સ્માત થયા છે. જયારે BRTS દ્વારા છેલ્લાં 5 મહિનામાં 212 જેટલા અકસ્માત સર્જયા છે.
જેમાં BRTS થકી 9 લોકો મોત અને AMTS થકી 4 એમ કુલ મળીને 13 જેટલા લોકોના મોત થયા છે. જેમાથી માત્ર 13 જેટલી જ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.