Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Photo:કુદરતી આફત કે માનવીય ભૂલ! નર્મદાના કાંઠા વિસ્તારમાં તબાહીના દ્રશ્યો આવ્યા સામે, ખેડૂતોએ લગાવ્યા ગંભીર આરોપ
અમદાવાદ: નર્મદા નદીમાં આવેલા પૂરના કારણે અનેક લોકોની જિંદગી બરબાદ થઈ ગઈ છે મોટી સંખ્યામાં પશુઓના પણ મોત થયા છે. જ્યારે હજારો એકર ખેતીની જમીન ખરાબ થઈ ગઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનર્મદા ડેમમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે મોટી ખુવારી સર્જાઈ છે. વડોદરાના શિનોર નર્મદા કાંઠા વિસ્તારમાં આવેલ માંડવા ગામના ખેડૂતો અને પશુપાલકો બરબાદ થઈ ગયા છે.
માંડવા ગામ તરફથી નર્મદા નદી વિસ્તાર સુધીનો અંદાજિત 3 કિલોમીટર સુધીનો ખેતીપાક નિષ્ફળ ગયો છે. આ વિસ્તારમાં અંદાજિત 300 એકર જમીનથી વધુમાં ખેતીપાકના વાવેતરમાં ખેતી બરબાદ થઈ ગઈ છે.
નર્મદા નદીના પ્રવાહમાં એટલો કરંટ હતો કે નદીના પ્રવાહમાં ટ્રેક્ટરો, ટ્રોલી સહિતના ખેતીમાં વપરાતા સાધનો તણાયા હતા.
ખેડૂતો પોતાનો જીવ બચાવવા ટ્રેક્ટર,ટ્રોલી સહિતના ખેતી કામે વપરાતા તમામ સામગ્રી ખેતરમાં મૂકી પોતાનો જીવ બચાવવા ગામ તરફ ભાગી જઇ પોતાનો જીવ બચાવ્યો હતો.
શિનોરના માંડવા ગામ વિસ્તારમાં આવેલ પોલિટ્રી ફાર્મમાં દાનની ગુણીઓ, પાણીના ફિલ્ટર સહિત નર્મદા નદીના વહેણમાં તણાઈ ગયા હતા. આ વિસ્તારમાં આવેલ મચ્છી ઉછેર કેન્દ્ર કુત્રિમ તળાવમાંથી અંદાજિત 50,000થી વધુ મચ્છી નર્મદા નદીના પ્રવાહમાં તણાઈ છે. ત્યારે ખેડૂતોના કુવાની ઓરડીઓમાં પડેલ અંદાજિત 1000થી વધુ ખાતરની ગુણી તણાઈ ગઈ છે.
(માલસર - માંડવા) ગામ વચ્ચે આવેલ પશુપાલક પંચાલ જીતેન્દ્રભાઈના તબેલામાંથી 10 ગાય, 10 ભેંસો નર્મદા નદીના પ્રવાહમાં તણાઈ ગઈ છે. પશુપાલકે આખી રાત વૃક્ષ પર ચઢીને પોતાનો જીવ બચાવ્યો હતો.
બીજી તરફ આજ વિસ્તારમાં આવેલ રાવીન્દ્રભાઈ વલ્લભભાઈ પટેલના બીજા તબેલામાં 40 ગાયો નર્મદા નદીના વહેણમાં તણાઈ ગઈ હતી જેમાંથી 18 ગાયોનું બનાવ સ્થળે મૃત્યુ થયું હતું, આમ પશુપાલકોની કફોળી હાલત છે.
પશુપાલકો પોતાના પરિવારની જેમ મૂંગા પશુઓ રાખતા હતા જેઓના પશુઓ નર્મદા નદીના વહેણમાં તણાઈ ગયા, અડધા પશુઓ મૃત્યુ પામતા કાળજું કંપાવે જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આમ શિનોર તાલુકાના માંડવા ગામ સહિતના નર્મદા કિનારા પર આવેલ તમામ ગામના ખેડૂતો પશુપાલકોની હાલત દયનિય બની છે.