12 દિવસના જેલવાસ પછી AAPના નેતા ઓળખાય પણ નહીં એવી હાલતમાં બહાર આવ્યા, જુઓ તસવીરો
અમદાવાદઃ ગૌણ સેવા પસંદગી મંડળના હેડ ક્લાર્કનું પેપર ફૂટવા મુદ્દે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ પર વિરોધ કરવા જતાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. આપના નેતા ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે તેમને ગાંધીનગર કોર્ટ દ્વારા શરતી જામીન આપવામાં આવતાં 12 દિવસ પછી આજે જેલમાંથી તેમનો છૂટકારો થયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે વધેલી દાઢી સાથે બહાર નીકળેલા આપના નેતા ઇસુદાન ગઢવી એક નજરે તો ઓળખી પણ ન શકાય તે રીતે બહાર આવ્યા હતા. બહાર આવેલા ઇસુદાનનું આપના કાર્યકરોએ સ્વાગત કર્યું હતું.
જેલમાંથી બહાર આવેલા ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે, અમે ગુજરાતની જનતાની લડાઈ લડતા રહીશું. આમ આદમી પાર્ટીના સૈનિક તરીકે અમને ગર્વ છે. ભૂતકાળમાં નવ દસ વખત પેપર ફૂટ્યા. પેપર લીકકાંડમાં મોટા મગરમચ્છ છૂટી ગયા.
ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, જેલના ત્રાસથી અમે ડીરશું નહીં. અસિત વોરાના રાજીનામા સુધીની આ લડાઈ ચાલુ રહેશે.
12 દિવસ પછી આમ આદમી પાર્ટીના 55 નેતા-કાર્યકરોની જેલમુક્તિ થતાં સાબરમતી જેલ બહાર મોટી સંખ્યામાં આપના કાર્યકરો ઉમટી પડ્યા હતા. તેમજ જેલમાંથી બહાર આવેલા તમામનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગાંધીનગરના કોબા ખાતે આવેલા ભાજપના રાજ્ય કક્ષાના મુખ્ય કાર્યાલય કમલમ સામે વિરોધ કરવા ગયેલા આમ આદમી પાર્ટીના નેતાઓ પૈકી ઈસુદાન ગઢવીએ દારૂ પીને ભાજપની મહિલા કાર્યકરોની શારિરીક છેડતી કરીને માર માર્યાની ફરિયાદ ઇન્ફોસીટી પોલીસ ખાતે નોંધવામાં આવી હતી.