PM Modi Birthday: અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની કરાઈ અનોખી ઉજવણી, જુઓ તસવીરો
ગુજરાતના પનોતા પુત્ર અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે 72 મો જન્મદિવસ છે.અમદાવાદના રિવરફ્રન્ટ પર જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક રંગોળી કલાકારે પ્રધાનમંત્રીનું પોટ્રેટ બનાવ્યું હતું. રિવરફ્રન્ટ તેણે આ કળા દર્શાવી હતી.
દરેક લોકો અલગ અલગ રીતે પ્રધાનમંત્રી ને જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે ત્યારે અમદાવાદના રિવરફ્રન્ટ પર પણ રંગબેરંગી રંગો નો ઉપયોગ કરીને કલાત્મક રંગોળી તૈયાર કરવામાં આવી
PM મોદીના જન્મદિવસની ગુજરાતભરમાં ઉજવણી કરવામાં આવશે. 17 સપ્ટેમ્બરથી એક સપ્તાહ સુધી કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે.
17 સપ્ટેમ્બરે બ્લડ ડોનેશનનો વિશ્વ રેકોર્ડ બનાવશે. દુબઇના પેઇન્ટરે તૈયાર કરેલા પોસ્ટરનું લોન્ચિંગ કરાશે. રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા ખાતે પેન્ટિંગ પ્રદર્શન કરાશે.
20 સપ્ટેમ્બરે 182 બેઠકો પર કિસાન પંચાયત કરવામાં આવશે. 21 સપ્ટે.ના રોજ 750 જગ્યાએ યુવતીઓના હિમોગ્લોબિનના ટેસ્ટ કરાશે.
પ્રધાનમંત્રી મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ ગુજરાતના એક નાનકડા શહેર વડનગરમાં થયો હતો. મોદી દેશના પહેલા એવા પ્રધાનમંત્રી છે કે જેમનો જન્મ આઝાદી પછી થયો હતો.
નરેન્દ્ર મોદીએ 1972માં RSS સાથે જોડાઇને પોતાના રાજનૈતિક કરિયરની શરૂઆત કરી હતી. 1987માં મોદી BJP સાથે જોડાયા અને 1995માં પાર્ટીના અધ્યક્ષ બન્યા.
રંગોળીથી બુલેટ ટ્રેન પણ બનાવવામાં આવી હતી.
રંગોળી કરતાં કલાકારો
રંગોળી કરતાં કલાકારો