Shaktisinh Gohil PHOTO: પદભાર સંભાળતા પહેલા શક્તિસિંહ ગોહિલનું ‘શક્તિ પ્રદર્શન’
Shaktisinh Gohil PHOTO: શક્તિસિંહ ગોહિલે આજે ગાંધી આશ્રમ પહોંચી અને રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબાદ તેઓ આજે પ્રદેશ કાર્યલય પહોંચીને કોગ્રેસ પ્રદેશાધ્યક્ષનો કાર્યભાર સંભાળવાના હતા. જો કે આજે અમાસ હોવાના કારણે કાર્યભાર ન સંભાળવાનો નિર્ણય કર્યો છે.
ભગવાન જગન્નાથના આશિર્વાદ લઈને આવતી કાલે કાર્યભાર સંભાળવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
ગાંધી આશ્રમમાં પુષ્પાજલિ બાદ આશ્રમથી કાર્યલય સુધીની પદયાત્રા યોજાઇ હતી. જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા નેતા મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.
કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલને હવે ગુજરાત સોંપવામાં આવ્યુ છે, તેમની આગેવાનીમાં પાર્ટી આગામી ચૂંટણી લડશે. આજે શક્તિસિંહ ગોહિલ ગાંધી આશ્રમ પહોંચીને અને રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ, સીધા પ્રદેશ કાર્યલય રવાના થવાના હતા
શક્તિસિંહની રાજવીથી રાજકીય સફરની વાત કરીએ તો ભાવનગરના લીમડાના રાજવી પરિવારના સભ્ય છે
બીએસસી અને LLM અને પત્રકારત્વમાં ડિપ્લોમાં સુધીનો અભ્યાસ કર્યો છે... 1986માં પ્રથમવાર ભાવનગર યુવા કૉંગ્રેસના પ્રમુખ બન્યા.
ગુજરાત કોંગ્રેસમાં આ નવા ફેરફાર પક્ષમાં નવા પ્રાણ ફૂંકે તેવી અપેક્ષા સેવાઇ રહી છે. આ ઉજવણી ગુજરાત કૉંગ્રેસને મળેલી નવી શક્તિની હોય તેવો જોશ કાર્યકરોમાં જોવા મળી રહ્યો છે...