Exit Poll 2024
(Source: Poll of Polls)
Ram Mandir: રામ મંદિરથી જોડાયેલી આ વાતો શું આપ જાણો છો? અદભૂત છે રામલલાનું મંદિર જુઓ તસવીરો
અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય રામ મંદિર 2025 સુધીમાં પૂર્ણ થવાની આશા છે. રામલલાને ગર્ભમાં સ્થાપિત કરી દેવામાં આવ્યા છે. ઉત્સવ મૂર્તિ (જૂની મૂર્તિ) અને અચલ મૂર્તિ (નવી મૂર્તિ) અહીં સ્થાપિત કરવામાં આવી છે. કેવું છે રામ મંદિર, શું છે તેની ખાસિયત તો ચાલો જાણીએ...
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆખું રામ મંદિર 70 એકરમાં બનશે. ત્રણ માળના રામ મંદિરમાં પહેલા માળે એક ગર્ભગૃહ છે જ્યાં રામલલા બિરાજમાન છે. મંદિરની લંબાઈ 380 ફૂટ, પહોળાઈ 250 ફૂટ અને ઊંચાઈ 161 ફૂટ હશે.
આ રામ મંદિર 1000 વર્ષ સુધી સુરક્ષિત રહેશે, તેમાં 8ની તીવ્રતાના ભૂકંપનો સામનો કરવાની ક્ષમતા છે.
અયોધ્યાનું રામ મંદિર પાંચ ગુંબજવાળું વિશ્વનું એકમાત્ર રામ મંદિર હશે. મંદિરમાં 5 મંડપ, ડાન્સ મંડપ, રંગ મંડપ, સભા મંડપ , પ્રાર્થના મંડપ, અને કીર્તન મંડપ હશે.
અહીં શ્યામ વર્ણી શ્રી રામની નવી મૂર્તિ કમળ પર બિરાજમાન છે. આ મૂર્તિ 5 વર્ષના બાલ્ય સ્વરૂપની છે જેની લંબાઈ 8 ફૂટ છે. આ પ્રતિમા મૈસુરના અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવી છે.
મંદિરમાં 392 સ્તંભો અને 44 દરવાજા હશે, જેમાંથી 14 દરવાજા સોનાથી જડેલા હશે.
રામ મંદિરમાં 7 વખત આરતી કરવામાં આવે છે. આરતીમાં હાજરી આપવા માટે, તમારે રામ જન્મભૂમિ ટ્રસ્ટ તરફથી ફ્રી પાસ લેવો પડશે, આ માટે આઈડી પ્રૂફની જરૂર પડશે. પાસ વગર આરતીમાં ભાગ લઈ શકાતો નથી.