Shetrunji Dam Photos: શેત્રુંજી ડેમમાં પાણીની ભરપૂર આવક, ઉપરવાસમાં વરસાદથી ડેમમાં જળસપાટીમાં સતત વધારો...
Shetrunji Dam: અત્યારે ગુજરાતમાં સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, આ વરસાદના કારણે ગુજરાતમાં વિવિધ ડેમોમાં પાણીની આવકમાં જોરદાર વધારો નોંધાઇ રહ્યો છે, અને કેટલાક ડેમો છલકાયા પણ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવે આ કડીમાં ભાવનગરના શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક થઇ છે. ભાવનગર જિલ્લા માટે શેત્રુંજી ડેમ જીવાદોરી સમાન ગણાય છે.
ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, લેટેસ્ટ અપડેટ પ્રમાણે, ભાવનગર જિલ્લાના પાલિતાણામાં આવેલા શેત્રુંજી ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો નોંધાયો છે, પુષ્કળ આવક થઇ રહી છે,
ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે ડેમમાં પાણીની આવક વધી છે, હાલમાં શેત્રુંજી ડેમમાં 34 હજાર 110 ક્યૂસેક પાણીની આવક ઉપરવાસમાંથી થઇ રહી છે. શેત્રુંજી ડેમની જળસપાટી અત્યારે 18.6 ફૂટ પર પહોંચી છે.
ખાસ વાત છે કે, અમરેલી અને જેસર પંથક પડેલા ધોધમાર વરસાદના કારણે શેત્રુંજી નદીમાં પાણી આવ્યુ અને શેત્રુંજી ડેમની જળસપાટી વધી છે. સૌરાષ્ટ્રનો આ સૌથી મોટો પાલિતાણા શેત્રુંજી ડેમ 34 ફૂટ પૂર્ણતઃ સપાટી પર છે. હાલમાં શેત્રુંજી ડેમ 50 ટકા જેટલો ભરાયો છે.
શેત્રુંજી ડેમમાં પાણી વધતા પાલિતાણા અને આજુબાજુના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. ખાસ વાત છે કે, શેત્રુંજી નદી અમરેલી જિલ્લાની સૌથી મોટી નદી છે. તે ગીરના જંગલમાં આવેલી ચાંચાંઇ ટેકરીમાંથી નીકળી ધારી ગામ પાસેથી વહે છે.