Bhavnagar Rain: ભાવનગરના ગારિયાધારમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા, 2 ઈંચ વરસાદમાં શહેર પાણી-પાણી

ભાવનગર: હવામાન વિભાગની આગાહી વચ્ચે ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ગારિયાધારમાં આજે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. સવારથી જ ગારિયાધારમાં ઉકળાટભર્યું વાતાવરણ હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
બપોરના 2 વાગતા જ વરસાદ તૂટી પડ્યો હતો. 2 કલાકમાં 2 ઈંચથી વધુ વરસાદ વરસતા ગારિયાધાર પાણી-પાણી થયું હતું.

ગારિયાધાર શહેરની સાથે તાલુકાના સૂરનગર, માંડવી, નવાગામ, ચોમાલ, વાવડી, પરવડી, ચારોડીયા સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.
લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ખેડૂતોમાં ખુશી ફેલાઈ હતી. તળાજા, ઘોઘા, જેસર અને પાલિતાણા તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો છે.
તળાજા શહેર અને તાલુકાના વાટલિયા, પાવઠી, શોભાવડ અને ત્રાપજ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે.
ધરતીપુત્રો આતૂરતાથી મેઘરાજાની રાહ જોઈ રહ્યા હતા. એવામાં મેઘમહેર થતાં ધરતીપુત્રોમાં આનંદ છવાયો હતો.