Rain Photo: ભાવનગરના ઘોઘામાં એક કલાકમાં 2 ઈંચથી વધુ વરસાદ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી
Rain Photo: ભાવનગર શહેર અને જિલ્લામાં વાવાઝોડા બાદ આખરે વરસાદની સીઝન શરુ થઈ છે. ભાવનગર શહેર અને જિલ્લામાં સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસિહોર,ઘોઘા,તળાજા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે
ઘોઘા તાલુકાના ખોખરા,વાળુકડ,ખરકડી સહિતના વિસ્તારોમાં દોઢથી બે ઇંચ જેવો ભારે વરસાદ ખાબકતા અનેક જગ્યાએ પાણી ભરાયા છે.
ઘોઘા સહિતના ગ્રામ્ય પંથકમાં એક કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે.
ભાવનગર ગ્રામ્ય પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
ઉપરવાસ પડેલા ભારે વરસાદના કારણે ભાવનગરની જીવાદોરી સમાન બોર તળાવમાં ધસમસતા પ્રવાહની માફક નવા નીરની આવક શરૂ થઈ છે.
ભવનગરમાં પ્રથમ વરસાદમાં જ રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ગામમાં પાણી ભરતા લોકોને ઘરની બહાર નિકળવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.