હોમ લોન બંધ કરાવ્યા બાદ આ ત્રણ દસ્તાવેજ જરૂર લઇ લો, નહીં તો પડી જશે ભારે
Home Loan Tips: જો તમે લોન પર ઘર લીધું છે. તેથી હોમ લોન ચૂકવ્યા પછી તમારે આ ત્રણ દસ્તાવેજો તરત જ મેળવી લેવા જોઈએ. નહિંતર તમને પાછળથી નુકસાન થઈ શકે છે. ઘણીવાર લોકો ઘર ખરીદવા અને હોમ લોન લેવા જાય છે. હોમ લોન લેતી વખતે તેઓએ લોનની અરજી અને નોંધણી સમયે કેટલાક દસ્તાવેજો સબમિટ કરવા પડે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરંતુ જ્યારે તમે લોન ચૂકવો છો. તે પછી તમારે ઘણા દસ્તાવેજો પાછા લેવા પડશે. આવા ત્રણ દસ્તાવેજો છે. જે જો તમે સમયસર પાછા નહી મેળવો તો પછી તમે મુશ્કેલીમાં મુકાઇ શકો છો.
આમાં સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ એનઓસી છે. લોનની ચુકવણી કર્યા પછી તમારે બેન્ક પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવવું જરૂરી છે. આ સુનિશ્ચિત કરે છે કે તમારા પર બેન્કનું કોઇ દેવું નથી.
જ્યારે તમે એનઓસી મેળવો છો ત્યારે તમારે એ પણ તપાસવું જોઈએ કે તમારું નામ, લોન બંધ થવાની તારીખ, સંપત્તિની સંપૂર્ણ વિગતો, લોન એકાઉન્ટ નંબર અને બીજું બધું તેમાં બરાબર લખેલું છે.
આ પછી તમારે રજિસ્ટ્રાર ઓફિસમાંથી એન્કમબ્રન્સ પ્રમાણપત્ર લેવું પડશે. આ પ્રમાણપત્ર સાબિત કરે છે કે તમારી મિલકત પર કોઈ લેણાં બાકી નથી.
જો તમે ભવિષ્યમાં મિલકત વેચવા માંગતા હોવ. ત્યારે આ માટે આ પ્રમાણપત્ર ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો કોઈપણ વિલંબ કર્યા વિના મેળવી લો.
આ સિવાય તમારી પાસે પઝેશન પેપરની સાથે મિલકતના અન્ય દસ્તાવેજો પણ છે. તે હાંસલ કરવા પણ જરૂરી છે.