5 Year FD Scheme: આ FD યોજનાઓ વરિષ્ઠ નાગરિકો માટે શ્રેષ્ઠ છે, વ્યાજ 8.75 ટકા સુધી મળશે

Fixed Deposit Scheme: ઘણીવાર વરિષ્ઠ નાગરિકો તેમના નાણાં FD સ્કીમમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. જો તમે પણ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમમાં રોકાણ કરીને વધુમાં વધુ વળતર મેળવવા માંગો છો, તો અમે તમને એવી બેંકો વિશે જણાવી રહ્યા છીએ જે 5 વર્ષની FD સ્કીમ પર ગ્રાહકોને 8.75 ટકા સુધી વ્યાજ દર ઓફર કરી રહી છે. તેમના વિશે જાણો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક તેના વરિષ્ઠ નાગરિક ગ્રાહકોને પાંચ વર્ષની FD યોજના પર 8.75 ટકા વ્યાજ ઓફર કરી રહી છે.

યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંક તેના વરિષ્ઠ નાગરિક ગ્રાહકોને પાંચ વર્ષની FD સ્કીમ પર 8.65 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે.
ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક પાંચ વર્ષની FD સ્કીમ પર વરિષ્ઠ નાગરિકોને 8.35 ટકા વ્યાજ દર ઓફર કરે છે.
AU સ્મોલ ફાઇનાન્સ બેંક તેના વરિષ્ઠ નાગરિક ગ્રાહકોને પાંચ વર્ષની મુદત સાથે FD સ્કીમ પર 7.75 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે.
ઉજ્જિવન સ્મોલ ફાઇનાન્સ બેંક વરિષ્ઠ નાગરિકોને 7.70 ટકા વ્યાજ દર ઓફર કરે છે.