SSY: દીકરીના સોનેરી ભવિષ્ય માટે આ યોજનામાં કરો રોકાણ, ટેક્સ છૂટની સાથે મળશે અનેક ફાયદા
સુકન્યા સમૃદ્ધિ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી સૌથી લોકપ્રિય નાની બચત યોજનાઓમાંની એક છે. આમાં રોકાણ કરીને તમે તમારી દીકરીના ભણતરથી લઈને લગ્ન ખર્ચ સુધી ટેન્શન ફ્રી રહી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતાજેતરમાં, કેન્દ્ર સરકારે આ સુકન્યા સમૃદ્ધિ યોજનાના વ્યાજ દરમાં 20 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે અને તે 8 ટકાથી વધીને 8.20 ટકા થયો છે.
આ યોજના હેઠળ, તમે કોઈપણ બેંક અથવા પોસ્ટ ઓફિસમાં 10 વર્ષ કે તેથી ઓછી ઉંમરની બાળકી માટે ખાતું ખોલાવી શકો છો.
કરદાતાઓને આ યોજના પર કર મુક્તિનો લાભ પણ મળે છે. આ સ્કીમ હેઠળ તમે એક નાણાકીય વર્ષમાં રૂ. 250 થી રૂ. 1.50 લાખ સુધીનું રોકાણ કરી શકો છો.
SSY યોજના હેઠળ, તમે આવકવેરાની કલમ 80C હેઠળ 1.50 લાખ રૂપિયા સુધીની મહત્તમ છૂટ મેળવી શકો છો.
image 6SSY કેલ્ક્યુલેટર મુજબ, જો તમે બાળકીના જન્મની સાથે જ તેનું SSY ખાતું ખોલો અને દર વર્ષે 1.50 લાખ રૂપિયાનું રોકાણ કરો, તો બાળકીને 21 વર્ષની ઉંમરે કુલ 69.27 લાખ રૂપિયા મળશે. જેનું રોકાણ 22.50 લાખ રૂપિયા થશ. આના પર 46.77 લાખ રૂપિયા વ્યાજ તરીકે આપવામાં આવશે.