PF Balance: આ રીતે ચેક કરી શકો છો PF બેલેન્સ, જાણો આસાન રીત
ઓનલાઈન પાસબુક દ્વારા તમારું પીએફ બેલેન્સ જાણોઃ ઈપીએફ બેલેન્સ જાણવાની સુવિધા EPFOની ઓફિશિયલ વેબસાઈટ પર આપવામાં આવી છે અને ત્યાં તમે ઈ-પાસબુકની લિંક પર જઈને તમારો યુએન (યુનિવર્સલ એકાઉન્ટ નંબર) અને તેના પર નિર્ધારિત પાસવર્ડ દાખલ કરો.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppEPFO વેબસાઈટ પર UAN નંબર અને પાસવર્ડ નાખ્યા પછી, તમારે વ્યૂ પાસબુક પર જવું પડશે અને ત્યાં તમારા પીએફ બેલેન્સનું સંપૂર્ણ લિસ્ટ ખુલશે જેના પર તમે જોઈ શકશો કે તમારું પ્રોવિડન્ટ ફંડ બેલેન્સ કેટલું થઈ ગયું છે.
તમારા ફોન નંબર પરથી મિસ્ડ કોલ દ્વારા પીએફ બેલેન્સ ચેક કરોઃ તમે મિસ્ડ કોલ સર્વિસ દ્વારા તમારું પીએફ બેલેન્સ સરળતાથી શોધી શકો છો. તમારે એ જ રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 011-22901406 પર મિસ્ડ કોલ આપવો પડશે જે તમે યુનિફાઈડ પોર્ટલ સાથે કનેક્ટ કરેલ છે.
મિસ્ડ કોલ પછી તમને EPFO દ્વારા એક મેસેજ મોકલવામાં આવે છે. આ મેસેજમાં તમારા પીએફ એકાઉન્ટ સાથે સંબંધિત તમામ માહિતી છે અને આમાં તમે જાણી શકશો કે તમારા એકાઉન્ટમાં કેટલું બેલેન્સ છે.
એપ દ્વારા તમારું PF બેલેન્સ પણ ચેક કરી શકો છોઃ EPFO એ એક એપ પણ લોન્ચ કરી છે જેના દ્વારા તમે તમારું PF બેલેન્સ ચેક કરી શકો છો.
આ માટે, એપ પર જાઓ અને વેબસાઇટની જેમ, તમે તમારો UAN નંબર અને પાસવર્ડ દાખલ કરીને તમારા PF એકાઉન્ટ વિશે માહિતી મેળવી શકો છો. આ એપ પર ગયા બાદ સૌથી પહેલા તમારે મેમ્બર પર ક્લિક કરવાનું રહેશે.
તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે