Dividend Stocks: આ કંપનીઓએ રોકાણકારોના ભર્યા ખિસ્સા, તગડા ડિવિડન્ડની કરી જાહેરાત
માર્કેટની કંપનીઓએ તાજેતરમાં જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટર માટે તેમના પરિણામો જાહેર કર્યા છે. આ સાથે આ કંપનીઓએ શેરધારકોને ડિવિડન્ડની ભેટ પણ આપી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજાહેર ક્ષેત્રની બેંક ઓફ ઈન્ડિયાએ તેના ત્રિમાસિક પરિણામો જાહેર કરવાની સાથે રોકાણકારોને ડિવિડન્ડની જાહેરાત કરી છે. કંપનીના બોર્ડે શેરધારકોને શેર દીઠ રૂ. 2.50નું ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે.
બેંક ઓફ ઈન્ડિયાએ તેની એક્સચેન્જ ફાઈલિંગમાં માહિતી આપી છે કે આ ક્વાર્ટરમાં બેંકનો નફો 7 ટકા વધ્યો છે અને તે વધીને 1,439 કરોડ રૂપિયા થઈ ગયો છે.
થર્મેક્સ કંપનીએ તેના ત્રિમાસિક પરિણામોની જાહેરાત સાથે ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. કંપનીએ શેરધારકોને 600 ટકા ડિવિડન્ડ એટલે કે રૂ. 12 પ્રતિ ફેસ વેલ્યુ શેરના બદલામાં આપવાની જાહેરાત કરી છે.
થર્મેક્સ કંપનીએ શુક્રવારે તેની એક્સચેન્જ ફાઇલિંગમાં માહિતી આપી છે કે ચોથા ક્વાર્ટરમાં તેનો ચોખ્ખો નફો 20 ટકા વધ્યો છે અને માર્ચ ક્વાર્ટરમાં તે 188 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે.
આરતી ઇન્ડસ્ટ્રીઝે પણ શેર રોકાણકારોને ડિવિડન્ડની જાહેરાત કરી છે. કંપનીએ રૂ. 5ના ફેસ વેલ્યુના શેર સામે રૂ. 1ના અંતિમ ડિવિડન્ડની જાહેરાત કરી છે.