Credit Card: જો વારંવાર કરો છો પ્લેનમાં મુસાફરી તો આ પાંચ ક્રેડિટ કાર્ડ છે બેસ્ટ, ફ્રીમાં મળે છે એરપોર્ટ લૉન્ઝમાં એન્ટ્રી
Credit Card: દેશભરમાં ક્રેડિટ કાર્ડ ધારકોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે, પરંતુ જો તમે દેશની બહાર અને દેશમાં વારંવાર પ્લેનમાં મુસાફરી કરતાં હોય તો તમારે અલગથી ક્રેડિટ કાર્ડ રાખવુ જરૂરી છે. જો તમારી પાસે આવું સ્પેશ્યલ ક્રેડિટ કાર્ડ હશે તો તમને ડૉમેસ્ટિક અને ઈન્ટરનેશનલ એરપોર્ટના લૉન્ઝમાં ફ્રી એન્ટ્રીનો લાભ મળશે. આવા પાંચ પ્રકારના ક્રેડિટ કાર્ડ અવેલેબલ છે, જાણો....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફ્રી એરપોર્ટ લૉન્ઝ એક્સેસ સાથે ક્રેડિટ કાર્ડ્સ: લોકો ઘણીવાર હવાઈ મુસાફરી કરવા માટે એરપોર્ટ પર વહેલા પહોંચી જાય છે. આવી સ્થિતિમાં તમે એરપોર્ટ લૉન્ઝમાં જઈને સમય પસાર કરી શકો છો, પરંતુ આ માટે તમારે મોટી રકમ ચૂકવવી પડી શકે છે.
પરંતુ એવા કેટલાય ક્રેડિટ કાર્ડ છે જેમાં મુસાફરોને ઇન્ટરનેશનલ અને ડૉમેસ્ટિક એરપોર્ટ લૉન્ઝમાં ફ્રી એન્ટ્રી મળે છે. અમે તમને આવા 5 ક્રેડિટ કાર્ડ વિશે માહિતી આપી રહ્યા છીએ.
HDFC બેંક Tata Neu Infinity Credit Card એક ક્વાર્ટરમાં બે ડૉમેસ્ટિક એરપોર્ટ લૉન્ઝમાં મફત ઍક્સેસ ઓફર કરે છે. આવી સ્થિતિમાં કાર્ડ ધારકને વાર્ષિક 8 ડૉમેસ્ટિક એરપોર્ટ લૉન્ઝ એક્સેસ મળશે.
SBI એલિટ ક્રેડિટ કાર્ડ દ્વારા, તમે વર્ષમાં 6 વખત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફ્રી એરપોર્ટ લૉન્ઝ એક્સેસનો લાભ મેળવી શકો છો. ડૉમેસ્ટિક એરપોર્ટ પર તમને દર ક્વાર્ટરમાં બે વાર ફ્રી એરપોર્ટ લૉન્ઝની સુવિધા મળી રહી છે.
કોટક વ્હાઇટ રિઝર્વ ક્રેડિટ કાર્ડ ધારકો તેઓ ઇચ્છે તેટલી વખત ઇન્ટરનેશનલ એરપોર્ટ લૉન્ઝમાં પ્રવેશી શકે છે.
ICICI બેંક એમેરાલ્ડ ક્રેડિટ કાર્ડ દ્વારા તમે ઇચ્છો તેટલી વખત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લૉન્ઝ અને સ્પાના લાભો મેળવી શકો છો.
BoB Eterna ક્રેડિટ કાર્ડ ધારકો એક વર્ષમાં તેઓ ઈચ્છે તેટલી વખત સ્થાનિક એરપોર્ટ લૉન્ઝમાં પ્રવેશી શકે છે.