Chennai Airport Pics: ચેન્નાઈમાં બન્યું દેશનું પ્રથમ એરપોર્ટ મલ્ટિપ્લેક્સ... મુસાફરીથી કંટાળી જાવ તો ફિલ્મ જોઈને મનોરંજન કરો
ચેન્નાઈ એરપોર્ટ પર દેશનું પ્રથમ મલ્ટીપ્લેક્સ થિયેટર શરૂ કરવામાં આવ્યું છે. PVR એરોહબ દેશનું પહેલું મલ્ટિપ્લેક્સ છે જે એરપોર્ટ કેમ્પસમાં શરૂ કરવામાં આવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચેન્નાઈ એરપોર્ટ પર શરૂ થયેલી આ નવી સુવિધા અંગે એરપોર્ટ ઓથોરિટીના ટ્વિટર હેન્ડલ પરથી માહિતી આપવામાં આવી છે.
આ વિશે લખવામાં આવ્યું છે કે ચેન્નાઈ એરપોર્ટ હવે તમને મનોરંજન સાથે પણ જોડવા જઈ રહ્યું છે. પૂર્વ MLCP બિલ્ડીંગ હવે નવા નવા બિગ સ્ક્રીન સિનેમાનું ઘર હશે. હવે તમે મુસાફરી દરમિયાન શ્રેષ્ઠ શોનો આનંદ માણી શકો છો.
બિઝનેસ ટુડેના અહેવાલ અનુસાર, મૂવી થિયેટરમાં એક સાથે 1155 દર્શકોની બેઠક ક્ષમતા હશે. આ ઉપરાંત, પ્રેક્ષકોને રિયલ 3D સાથે ડોલ્બી એટમોસ એચડી ઓડિયો જેવી નવીનતમ તકનીકનો પણ અનુભવ થશે. મુસાફરો તેમના લેઓવર સમય દરમિયાન અહીં મૂવી શો જોવાનો આનંદ માણી શકે છે.
બીજી તરફ, આ સિદ્ધિ અંગે પીવીઆરના અધ્યક્ષ અજય બિજલીએ કહ્યું કે અમે તમિલનાડુમાં અમારા 14માં મલ્ટિપ્લેક્સને લઈને ખૂબ જ ઉત્સાહિત છીએ. અમે આ બદલાતા સમય અને ટેકનોલોજીના યુગમાં અમારા દર્શકો માટે સૌથી વિશિષ્ટ અનુભવ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.