Dollar Rupee Connection: જાણો કેમ ડૉલરને કહે છે દુનિયાની સૌથી 'શક્તિશાળી' કરન્સી, આ છે તેની સાથે જોડાયેલા ફેક્ટ્સ
Dollar Rupee Connection: ડૉલરની સરખામણીમાં ભારતીય રૂપિયો સતત કમજરો થતો જાય છે. ભારતીય રૂપિયા ઉપરાંત દુનિયાભરની બીજી કરન્સીનુ આકલન પણ ડૉલરના હિસાબે કરવામાં આવે છે. ડૉલરને દુનિયાની 'પાવરફૂલ' કરન્સી પણ કહેવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદુનિયાભરમાં કેટલાય પ્રકારની કરન્સી છે, જેમ કે રૂપિયો, યુઆન, યૂરો, પાઉન્ડ આમ છતાં દુનિયાભરમાં ડૉલરથી જ લેવડદેવડ થાય છે. ડૉલરને વર્લ્ડના દરેક દેશ માટે આંતરરાષ્ટ્રીય કરન્સી માનવામાં આવે છે, આના પાછળ કેટલાક કારણો છે.
દુનિયામાં સૌથી વધુ સોનુ અમેરિકામાંથી કાઢવામાં આવે છે, જ્યારે પણ કોઇ દેશ અમેરિકામાંથી સોનુ ખરીદવા માંગે છે તો તે માત્ર કરન્સી ડૉલરમાં જ તેની ચૂકવણી ઇચ્છે છે. આવામાં અન્ય દેશોને પણ આ વાત માનવી પડે છે. જોકે, ડૉલરના પાવરફૂલ હોવાનુ આ માત્ર એક કારણ છે.
દુનિયાભરમાં હથિયારો બનાવનારી મોટાભાગની કંપનીઓ અમેરિકાની જ છે. જ્યારે કોઇ દેશને હથિયાર જોઇએ છે, તો અમેરિકા પર નિર્ભર રહે છે, હથિયારોના બદલામાં અમેરિકાને ડૉલરમાં ચૂકવણી કરવામા આવે છે.
ઇરાક, ઇરાન સહિતના આરબ દેશોમાં કાચુ તેલ કાઢનારી કંપનીઓ મોટાભાગે અમેરિકાની જ છે, આ કંપનીઓ ડૉલરમાં જ ચૂકવણી લેવાનો પસંદ કરે છે. આની સાથે જ શેલ ટેકનિકથી તેલ ઉત્પાદન કરવાના મામલામાં અમેરિકા જ આગળ છે, એક દાયકા પહેલા સુધી શેલ ટેકનોલૉજી પર અમેરિકાની જ હકૂમત હતી, આ કારણથી ડૉલર દુનિયાની પાવરફૂલ કરન્સી છે.
હાલના સમયમાં 100 ડૉલરની નજીક નવ આરબથી વધુ નૉટ ચલણમાં છે, જેમાંથી બે તૃત્યાંશ બીજા દેશોમાં છે. કુલ છપાનારી નૉટોમાં 100 ડૉલરની નૉટ 7 ટકા હોય છે. આનુ વિતરણ ન્યૂયોર્ક સ્થિત રિઝર્વ કેશ ઓફિસમાંથી કરવામાં આવે છે, આના પર બેન્ઝામિનની તસવીર હોય છે, જે અમેરિકાની સ્થાપના કરનારાઓમાંના એક છે.