UPI Limit: એક દિવસમાં યુપીઆઇથી કેટલા રૂપિયા મોકલી શકે છે ગ્રાહક ? શું છે આની લિમીટ, જાણો નિયમ.......
UPI Limit: UPI (યૂનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ) આજે સૌથી ફાસ્ટ અને સૌથી આસાન ચૂકવણીના પ્રકારોમાંથી એક છે, પણ આનાથી લેવડદેવડની એક લિમીટ સુધી જ કરી શકાય છે. જાણો આના માટે શું છે નિયમો...........
Download ABP Live App and Watch All Latest Videos
View In AppUPI લિમીટ તમારા બેન્ક પર નિર્ભર કરે છે. ટ્રાન્ઝેક્શન લિમીટનો આશય એકવારમાં કરવામાં આવેલી લેવડદેવડ અને ડેલી લિમીટની આશય આખા દિવસની મેક્સીમમ લેવડદેવડની લિમીટથી છે.
ભારતીય સ્ટેટ બેન્ક - ભારતના સૌથી મોટી બેન્કની UPI ટ્રાન્ઝેક્શનની લિમીટ 1 લાખ રૂપિયા છે. આ ઉપરાંત આની ડેલી લેવડદેવડની લિમીટ પણ 1 લાખ રૂપિયા જ છે.
એક્સિસ બેન્ક - બેન્કની UPI ટ્રાન્ઝેક્શન લિમીટ અને ડેલી લિમીટ 1-1 લાખ રૂપિયા છે.
બેન્ક ઓફ ઇન્ડિયા - આની પણ UPI ટ્રાન્ઝેક્શન લિમીટ અને ડેલી લિમીટ 1-1 લાખ રૂપિયા નિર્ધારિત કરવામાં આવી છે.
HDFC બેન્ક - પ્રાઇવેટ ક્ષેત્રની સૌથી મોટી બેન્કે યુપીઆઇ ટ્રાન્ઝેક્શન અને ડેલી લિમીટ 1-1 લાખ રૂપિયા રાખી છે. જોકે, નવો ગ્રાહક પહેલા 24 કલાકમાં માત્ર 5,000 રૂપિયાનુ ટ્રાન્ઝેક્શન કરી શકશે.
ICICI બેન્ક - બેન્કની UPI ટ્રાન્ઝેક્શન લિમીટ તથા ડેલી લિમીટ પણ 10,000-10,000 રૂપિયા છે. જોકે, ગૂગલ પે માટે આ બન્ને લિમીટ 25,000 રૂપિયા છે.
પંજાબ નેશનલ બેન્ક - આની ટ્રાન્ઝેક્શન લિમીટ 25,000 રૂપિયા છે. જ્યારે ડેલી યુપીઆઇ લિમીટ 50,000 રૂપિયા નક્કી છે.