Raghuram Rajan Birthday: RBIના પૂર્વ ગર્વનર રઘુરામ રાજન આજે મનાવી રહ્યા છે 60મો જન્મદિવસ, જાણો તેમના જીવનની અજાણી વાતો
iપ્રખ્યાત અર્થશાસ્ત્રી અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન 3 ફેબ્રુઆરી, 2023ના રોજ તેમનો 60મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. રઘુરામ રાજનનો જન્મ 1963માં મધ્ય પ્રદેશના ભોપાલમાં થયો હતો (Image Source: Getty)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેઓ તમિલ પરિવારમાંથી આવે છે અને તેના પિતા IAS અધિકારી હતા. તેમણે IIT દિલ્હીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં B.Tech કર્યું છે.(Image Source: Getty)
આ પછી તેમણે IIM અમદાવાદમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. તેમણે બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં પીજી ડિપ્લોમા કર્યું અને પછી એમઆઈટીની સ્લોન સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાંથી પીએચડી પૂર્ણ કર્યું.(Image Source: PTI)
રઘુરામ રાજન 2003-2006 સુધી IMFના મુખ્ય અર્થશાસ્ત્રી હતા. આ પછી વર્ષ 2008માં તત્કાલિન પીએમ મનમોહન સિંહે તેમને માનદ આર્થિક સલાહકારના પદ પર નિયુક્ત કર્યા હતા.
વર્ષ 2012માં તેમને કૌશિક બસુના સ્થાને મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 27 ફેબ્રુઆરી, 2013 ના રોજ તેમના દ્વારા રજૂ કરાયેલ આર્થિક સર્વે રઘુરામ રાજનની દેખરેખ હેઠળ તૈયાર કરવામાં આવ્યો હતો.
વર્ષ 2013માં મનમોહન સરકારે તેમને રિઝર્વ બેંકના ગવર્નર પદ પર નિયુક્ત કર્યા હતા. નોંધનીય છે કે તેઓ માત્ર 50 વર્ષની વયે આ પદ સંભાળનાર પ્રથમ ગવર્નર બન્યા હતા. તેઓ વર્ષ 2016 સુધી આ પદ પર રહ્યા હતા.