Ganesh Chaturthi 2023: મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘરે બાપાનું ગ્રાન્ડ વેલકમ, જુઓ ગણપતિ સેલિબ્રેશનની તસવીરો
Ganesh Chaturthi 2023: ગણેશ ચતુર્થીના દિવસે મુકેશ અંબાણીએ પોતાના ઘરે ભવ્ય ઉજવણીનું આયોજન કર્યું હતું. રાજકારણીઓથી લઈને બોલિવૂડની હસ્તીઓ પણ અહીં પહોંચી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે દેશભરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી રહી છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં ગણપતિ મહોત્સવની ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ગણેશ ચતુર્થીના અવસર પર મુકેશ અંબાણીએ પોતાના ઘરે ભવ્ય રીતે ગણપતિ બાપાનું સ્વાગત કર્યું હતું.
આ સમય દરમિયાન ચાહકોને નીતા અંબાણીના લુક ઘણો પસંદ આવ્યો છે. નીતા અંબાણી ઓરેન્જ કલરની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા.
નીતા અંબાણીએ ઓરેન્જ સિલ્ક સાડી સાથે ગ્રીન જ્વેલરીની પેર કરી હતી જે તેમના લુકને વધુ સારો બનાવ્યો હતો.
મુકેશ અંબાણીના એન્ટિલિયા હાઉસમાં ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજકારણીઓથી લઈને બોલિવૂડ સેલિબ્રિટીઝ સુધીના દરેકે ભાગ લીધો હતો.
હેમા માલિની પણ પોતાની દીકરી સાથે લાલ અને પીળી સાડી પહેરીને ફેસ્ટિવલમાં પહોંચી હતી. આ કાર્યક્રમમાં અનિલ કપૂરે પણ ભાગ લીધો હતો.
અંબાણી પરિવારના ગણપતિ ઉત્સવમાં આમિર ખાનની પુત્રી ઇરા ખાન અને પુત્ર જુનૈદ ખાને પણ ભાગ લીધો હતો.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરે પણ તેમના પરિવાર સાથે મુકેશ અંબાણીના ઘરે ગણપતિના દર્શન કરવા પહોંચ્યા હતા.