Aadhaar Card Photo: આધારકાર્ડમાંથી જૂનો ફોટો હટાવવા માંગો છો, આ રહી શાનદાર ટ્રીક
AadhaarCard Photo: આધાર કાર્ડ હાલમાં મુખ્ય દસ્તાવેજ છે. દરેક પ્રકારના સરકારી કામકામજમાં આધારની જરુર પડે છે. બેંક ખાતું ખોલાવવું હોય કે સિમ કાર્ડ ખરીદવું હોય, આધાર કાર્ડ ઘણા હેતુઓ માટે મહત્વપૂર્ણ દસ્તાવેજની ભૂમિકા ભજવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સ્થિતિમાં, આપણે બધાએ આપણા આધાર કાર્ડમાં સાચી માહિતી રાખવી જરૂરી છે. જો તમારું સરનામું અથવા અટક બદલાઈ ગઈ હોય, તો તેને તાત્કાલિક અપડેટ કરો.
આ સિવાય જો આધારમાં કોઈ ભૂલ હોય તો તેને સુધારવી દરેક વ્યક્તિ માટે જરૂરી છે. આધારકાર્ડને અપડેટ રાખવું જોઈએ.
આધારમાં તમે માત્ર તમારું નામ, સરનામું, જન્મ તારીખ જ નહીં પણ તમારો ફોટોગ્રાફ પણ બદલી શકો છો.
ઘણીવાર આધાર પર પોસ્ટ કરવામાં આવેલ ફોટો લોકોમાં મજાકનું કારણ બની જાય છે. તેથી, જો તમે પણ આધાર કાર્ડનો ફોટોગ્રાફ બદલવા માંગો છો, તો તમે આ માટે એક સરળ પદ્ધતિ અપનાવી શકો છો.
આધાર કાર્ડનો ફોટો બદલવા માટે માત્ર ઓફલાઈન પદ્ધતિ અપનાવી શકાય છે. જો કે, ઓનલાઈન પદ્ધતિમાં માત્ર ફોર્મ ડાઉનલોડ કરવાનો સમાવેશ થાય છે. આ માટે UIDAIની સત્તાવાર સાઇટ પર જાઓ. uidai.gov.in ની મુલાકાત લઈને લોગિન કરો.
અહીં આધાર એનરોલમેન્ટ ફોર્મ હશે, તેને ડાઉનલોડ કરો. ફોર્મ ભરો અને નજીકના આધાર કેન્દ્ર પર જઈને સબમિટ કરો. અહીં તમારી બાયોમેટ્રિક વિગતો તપાસવામાં આવશે. આ પછી એક નવી તસવીર પણ લેવામાં આવશે. આ પછી 100 રૂપિયા ફી લેવામાં આવશે. આ રીતે તમારા આધાર કાર્ડ પર નવો ફોટોગ્રાફ અપડેટ થઈ જશે.