India Banks Asset: SBI સહિત આ બેંકો પાસે છે અપાર સંપત્તિ, જાણો ભારતની 10 બેંકોની કુલ સંપત્તિ
બીજી તરફ ખાનગી ક્ષેત્રની બેંક HDFC પાસે કુલ રૂ. 2,122,934 કરોડની સંપત્તિ છે. 30 જૂન, 2022 સુધીમાં HDFC બેંકની દેશભરમાં 6,378 શાખાઓ છે, જેમાં કુલ 16,087 ATM છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબેંક ઓફ બરોડાની કુલ સંપત્તિ 11.55 લાખ કરોડ રૂપિયા છે. 2020ના આંકડા અનુસાર ભારતમાં તેની શાખા 8,214 છે અને ATM 10,033 છે. 2021ના ડેટા અનુસાર, બેન્ક ઓફ ઈન્ડિયા પાસે રૂ. 725,856.45 કરોડ છે. માર્ચ 2021માં દેશમાં તેની શાખાઓની સંખ્યા 5,430 હતી અને એટીએમ 5,551 હતા.
તે જ સમયે, પંજાબ નેશનલ બેંકની કુલ સંપત્તિ 1,279,725 કરોડ રૂપિયા છે અને દેશમાં 2021 અનુસાર તેની 10,530 શાખા છે. દેશભરમાં 13,506 ATM છે.
વર્ષ 2022માં ICICI બેંકની કુલ સંપત્તિ 17.53 લાખ કરોડ રૂપિયા હતી. 31 માર્ચ 2022 સુધીમાં આ બેંકની દેશભરમાં 5418 શાખાઓ અને 13626 ATM છે. એક્સિસ બેંકની દેશભરમાં 10,990 ATM અને 4,096 શાખાઓ છે. અને સંપત્તિ 11,75,178 કરોડ રૂપિયા છે.
કોટક મહિન્દ્રા બેંકની કુલ સંપત્તિ 4.79 લાખ કરોડ રૂપિયા છે. દેશમાં તેની 1700 શાખાઓ અને 2705 ATM મશીન છે. ઇન્ડસબેંક પાસે રૂ. 307,057 કરોડની કુલ સંપત્તિ છે અને દેશમાં તેની 2,015 શાખાઓ છે, જ્યારે ATM મશીનો 2,835 છે.
યસ બેંકની કુલ સંપત્તિ રૂ. 273,543 કરોડ છે. દેશમાં તેની પાસે 1000 અને 1800 ATM મશીન છે.