Ladakh Tour: ગરમીમાં લેહ-લદ્દાખમાં માણવી છે મજા તો IRCTC પેકેજમાં કરાવો બુકીંગ, જાણો કઈ કઈ મળશે સુવિધા
IRCTC Ladakh Tour: ભારતીય રેલ્વે દેશમાં પર્યટનને વધારવા માટે વિવિધ પ્રકારના ટૂર પેકેજ લઈને આવે છે. અમે તમને IRCTCના લદ્દાખ પ્રવાસની વિગતો વિશે જણાવી રહ્યા છીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ટૂર પેકેજનું નામ Magical Ladakh Tour Ex Bhopal ટૂર છે. આ પેકેજ ભોપાલથી શરૂ થશે.
તમે 28મી જૂનથી 4ઠ્ઠી જુલાઈ વચ્ચે આ પેકેજનો આનંદ લઈ શકો છો. આ એક કમ્ફર્ટ પેકેજ છે, જેમાં તમને તમામ સુવિધાઓ મળી રહી છે.
લદ્દાખના પ્રવાસમાં તમને લેહ, નુબ્રા અને પેંગોંગની મુલાકાત લેવાની તક મળી રહી છે. આ પેકેજમાં તમને ભોપાલથી લેહ બંને રીતે ફ્લાઈટની સુવિધા મળી રહી છે.
આ પેકેજમાં તમને ભોજનમાં નાસ્તો, લંચ અને ડિનરની સુવિધા મળી રહી છે. પેકેજમાં, તમને ટેન્ટમાં રહેવાની સાથે 3 સ્ટાર હોટલમાં રહેવાની તક મળી રહી છે. આ પેકેજમાં તમને ઓક્સિજન સિલિન્ડરની સુવિધા પણ મળી રહી છે.
તમારે ઓક્યુપન્સી મુજબ પેકેજ માટે ફી ચૂકવવાની રહેશે. સિંગલ ઓક્યુપન્સી માટે તમારે 70,600 રૂપિયા, ડબલ ઓક્યુપન્સી માટે 65,400 રૂપિયા અને ટ્રિપલ ઓક્યુપન્સી માટે તમારે વ્યક્તિ દીઠ 64,800 રૂપિયા ચૂકવવા પડશે. આ પેકેજ કુલ 7 દિવસ અને 6 રાત માટે છે.