Cashless Treatment: હવે મોંઘુ થઇ શકે છે હેલ્થ વીમાનું પ્રીમિયમ, આ છે કારણ
અત્યાર સુધી જેની પાસે NBHનું પ્રમાણપત્ર છે તેવી હોસ્પિટલોને પેનલમાં સામેલ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. અથવા તો હોસ્પિટલને Registry of Hospitals in the Network of Insuranceમાં નોંધણી કરાવવી જરૂરી હતી. IRDA એ વીમા કંપનીઓની સાથે થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેટર્સ (TPAs) ને પણ પત્રો મોકલ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppIRDAએ કહ્યું કે બોર્ડની પોલિસીમાં હોસ્પિટલમાં ન્યૂનતમ મેનપાવર અને હેલ્થ સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું ધ્યાન રાખો. આ સાથે બોર્ડ દ્વારા મંજૂર કરાયેલી પેનલના નિયમો સમયાંતરે કંપનીઓની વેબસાઈટ પર મૂકવા પણ જરૂરી છે.
GST કાઉન્સિલે તાજેતરમાં 5,000 રૂપિયા પ્રતિ દિવસથી વધુ ભાડું ધરાવતા રૂમ પર 5% GST લાદવાની મંજૂરી આપી છે. તેનાથી સ્વાસ્થ્ય વીમો મોંઘો થઈ શકે છે. આરોગ્ય વીમા પ્રીમિયમ પર પણ 18%નો GST લાગુ થાય છે. આ કારણે વીમા કંપનીઓએ પણ હોસ્પિટલ પેકેજમાં ફેરફાર કરવા પડશે.
IRDAએ કહ્યું કે પેનલમાં ફક્ત તે હોસ્પિટલોનો સમાવેશ કરવામાં આવશે, જે વીમા કંપનીઓના બોર્ડ દ્વારા ઘડવામાં આવેલા નિયમોનું પાલન કરશે.
વીમા કંપનીઓએ જણાવ્યું હતું કે વીમા વ્યવસાયમાં સતત સુધારો થઈ રહ્યો છે. આ પરિપત્ર સાથે હવે મોટાભાગના વિસ્તારોમાં વધુ હોસ્પિટલોમાં વીમો સુલભ થશે. તેનાથી વધુને વધુ લોકો સુધી વીમાની સુવિધા પહોંચશે.