બિટકોઈન કિલર તરીકે ઓળખાય છે આ સેક્સી મહિલા, બિટકોઈનની ચમકને પાડી હતી ઝાંખી
હાલ ક્રિપ્ટો કરન્સીમાં સતત રોકાણકારોનો રસ વધી રહ્યો છે. આજકાલ રોકાણ માટે રોકાણકારનું વલણ ક્રિપ્ટો કરન્સી બિટકોઈન અને ડૉગકૉઇન તરફ વળ્યું છે. પરંતુ થોડા વર્ષો પહેલાં બલ્ગેરિયાની બિટકોઈન કિલર તરીકે ઓળખાતી રૂઝા ઈગ્નાતોવાએ નાણાંકિય છેતરપિંડી કરવા માટે 'વનકોઈન' નામની ક્રિપ્ટોકરન્સી લોન્ચ કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગ્લેમરસ લૂક અને મનમોહક વ્યક્તિત્વથી રોકાણકારોનો વિશ્વાસ જીતનારી રૂઝાએ માત્ર ત્રણ જ વર્ષમાં દુનિયાને રૂપિયા 90 હજાર કરોડનો ચૂનો લગાવ્યો હતો. હાલમાં તેની તપાસ અમેરિકી ગુપ્તચર એજન્સી એફબીઆઇ તેમજ બ્રિટીશ તપાસ એજન્સી એમઆઇફાઈવ પણ કરી હતી, છતાં તેનો કોઈ પત્તો નથી.
રૂઝા હાલમા પ્લાસ્ટિક સર્જરી કરાવીને વૈભવી જીવન ગુજારતી હોવાનું પણ મનાય છે. ઈ.સ. 2014ની આસપાસ બલ્ગેરિયાની એક કંપની 'વનકોઈન' નામની ક્રિપ્ટોકરન્સી લઈને આવી હતી.
તેની માલિક ગ્લેમરસ બ્યુટીક્વિન જેવી દેખાતી રૂઝા ઈગ્નાતોવા હતી. તે જ પોતાની ક્રિપ્ટોકરન્સીની બ્રાન્ડ એમ્બેસેડર પણ હતી. દુનિયાભરમાં પ્રવાસ ખેડીને તેણે વનકોઈનનો એટલો જબરજસ્ત પ્રચાર-પ્રસાર કર્યો કે બિટકોઈનની ચમક ઘટી ગઈ અને તેને બિટકોઈન કિલર તરીકે ઓળખાવવામાં આવી હતી.
ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરનારી અને જર્મનીની યૂનિવર્સિટીમાંથી પી.એચડી. કરનારી રૂઝાએ ઈ.સ. 2014થી 2016 એમ ત્રણ વર્ષમાં જ વિશ્વભરમાંથી આશરે 12 અબજ ડોલર (આશરે 90 હજાર કરોડ રૂપિયા) ભેગા કર્યા હતા.
2017માં નવી સ્કિમ લાવવાની જાહેરાત સાથે જ તે હવામાં ઓગળી ગઈ હતી અને આજે પણ તેના રોકાણકારો રાતા પાણીએ રોઈ રહ્યા છે.
તમામ તસવીર સૌજન્યઃ ફેસબુક