Nita Ambani: કોણ છે નીતા અંબાણીની બહેન ? અંબાણી પરિવારના કારોબારની રાખે છે દેખરેખ
મુકેશ અંબાણી એશિયાના સૌથી અમીર વ્યક્તિ છે, જેમણે 1984માં નીતા અંબાણી સાથે લગ્ન કર્યા હતા. હાલમાં તે રિલાયન્સ ફાઉન્ડેશનના ડાયરેક્ટર છે. તે ભારતની અમીર મહિલાઓની યાદીમાં સામેલ છે. પરંતુ શું તમે તેની બહેન વિશે જાણો છો?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનીતા અંબાણીની બહેનનું નામ મમતા દલાલ છે. નીતા અંબાણીની બહેન વ્યવસાયે સ્કૂલ ટીચર છે અને ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલનું મેનેજમેન્ટ સંભાળે છે.
મમતા દલાલે દેશની ઘણી મોટી હસ્તીઓના બાળકોને ભણાવ્યા છે. એક ઈન્ટરવ્યુમાં નીતા અંબાણીની બહેન મમતા દલાલે જણાવ્યું હતું કે તેણે શાહરૂખ ખાન અને સચિન તેંડુલકરના બાળકોને ભણાવ્યાં છે. તે કહે છે કે તેના માટે તમામ બાળકો સમાન છે.
મમતા દલાલ કહે છે કે ભણાવવા ઉપરાંત તે વર્કશોપ અને ફિઝિકલ એક્ટિવિટી પણ કરે છે. મમતા લાઈમલાઈટથી દૂર રહે છે અને માત્ર ભણાવવાનો શોખીન છે.
મમતા દલાલ સિવાય નીતા અંબાણીએ પણ લગ્ન પછી ઘણા વર્ષો સુધી ભણાવ્યું હતું. તેમના દાદા ફ્રેન્ચ ભાષાના પ્રોફેસર હતા. તેમના ઘરમાં અભ્યાસનું વાતાવરણ હતું. જેના કારણે તેમનો શોખ ભણાવવામાં પણ રસ વધ્યો.
ફોર્બ્સ અનુસાર મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 95.5 અબજ ડોલર છે. નીતા અંબાણી IPL ટીમ મુંબઈ ઈન્ડિયન્સની માલિક પણ છે. મુકેશ અંબાણીના ત્રણ બાળકો ઈશા, અનંત અને આકાશ અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બિઝનેસને આગળ લઈ જઈ રહ્યા છે.