Krishi Gyan App: આ મોબાઇલ એપમાં છે ખેડૂત-ખેતીના જ્ઞાનનો ભંડાર, ખેડૂતોને મળશે આ સુવિધાઓ.........
Krishi Gyan App: આપણા ખેડૂત ભાઇઓ હવે ખેડૂત અને ખેતી સુધી જ સિમિત નથી રહ્યાં, પરંતુ ટેકનોલૉજી સાથે પણ જોડાઇ રહ્યાં છે. તેમના માટે ભારત સરકારે કેટલીય મોબાઇલ એપ અને ઓનલાઇન પૉર્ટલ લૉન્ચ કર્યા છે, જેની સુવિધા લઇને ખેતી અને પશુપાલન સાથે જોડાયેલી મોટાભાગની સમસ્યાઓનુ સમાધાન કરી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકૃષિ જ્ઞાન એપ પણ આમાની જ એક મોબાઇલ એપ છે, જેની સાથે જોડાઇને કૃષિ વિશેષજ્ઞોની મદદથી ખેતીમાં આવી રહેલી સમસ્યાઓનુ સમાધાન કરી શકે છે.
ગ્રામીણ વિસ્તારોમાં જાગૃતિ અને ખેતી સંબંધીત જાણકારીઓ શેર કરવા માટે જ કૃષિ જ્ઞાન મોબાઇલ એપ્લીકેશન ડેવલપ કરવામા આવી છે. ખેડૂતો સુધી કૃષી સંબંધિત જાણકારીઓ પહોંચાડવા માટે ડેવલપ કરવામાં આવી છે.
કૃષિ જ્ઞાન મોબાઇલ એપ્લીકેશન દ્વારા ખેડૂત પોતાના સવાલો સીધા કૃષિ વિશેષજ્ઞોને પુછી શકે છે. વિશેષજ્ઞોની સલાહઅનુસાર ખેતી કરવા પર નુકસાનની સંભાવના ઓછી થઇ જાય છે.
આ મોબાઇલ એપ દ્વારા ખેડૂતોને પાક ઉત્પાદનની ઉન્નત ટેકનિક, બીજ, ખાતર અને સંબંધિત ટેકનિકોની ટ્રેનિંગ અને પાકનુ માર્કેટિંગની ખાસ રીતો વિશે પણ બતાવવામાં આવે છે.
ખેડૂતો ઉપરાંત પશુપાલન, મશરુમ ઉત્પાદન, મધમાખી ઉછેર અને મુર્ગા ઉછેર કરનારા ખેડૂતો પણ કૃષિ જ્ઞાન મોબાઇલ એપ દ્વારા પોતાની સમસ્યાઓનુ સમાધાન કરવાનો લાભ લઇ શકે છે.
કૃષિ જ્ઞાન મોબાઇલ એપ દ્વારા પાકની કાપણી ઉપરાંત વ્યવસ્થા, પાકની રોગ, જીવ-જંતુ કિટનાશકની પણ જાણકારી હાંસલ કરી શકે છે.