દરરોજ માત્ર 45 રૂપિયાની બચત કરીને 25 લાખ રૂપિયા જમા કરી શકાશે, જાણો LIC સ્કીમ વિશે
કોઈ મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરે છે, તો કોઈ સરકારી યોજનામાં રોકાણ કરે છે, તો કોઈ બેંકમાં પોતાના પૈસાની એફડી કરાવે છે. અલગ અલગ સુવિધાઓ અનુસાર લોકો અલગ અલગ જગ્યાએ રોકાણ કરે છે. આજે અમે રોકાણ માટે તમને એલઆઈસીની એક સરસ યોજના વિશે જણાવીશું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએલઆઈસીની આ પોલિસીનું નામ છે જીવન આનંદ પોલિસી. તેમાં રોકાણ કરીને તમે સારું એવું ફંડ જમા કરી શકો છો. એલઆઈસીની જીવન આનંદ પોલિસીમાં તમે રોજના 45 રૂપિયા બચાવીને 25 લાખ રૂપિયા સુધી એકત્રિત કરી શકો છો.
એલઆઈસીની જીવન આનંદ પોલિસી એક ટર્મ પ્લાનની જેમ હોય છે. એટલે કે જેટલા સમય સુધી તમારી પોલિસી હશે તેટલો જ તમારે પ્રીમિયમ આપવું પડશે. જો આ યોજનામાં તમે 1359 રૂપિયા જમા કરો છો, તો તમારે દરરોજ 45 રૂપિયા આપવા પડશે.
દર મહિનાના 1359 રૂપિયાના હિસાબે વર્ષના 16,300 રૂપિયા જમા થશે, એટલે કે જો તમે 35 વર્ષ સુધી તેમાં રોકાણ કરો છો, તો તમે કુલ 5,70,500 રૂપિયા આ યોજનામાં રોકાણ કરી ચૂક્યા હશો. પોલિસી અનુસાર તમને તેમાં બેઝિક સમ એશ્યોર્ડ 5 લાખ રૂપિયા હશે. મેચ્યોરિટી પીરિયડ પછી તેમાં રિવિઝનરી બોનસ 8.5 લાખ રૂપિયા અને ફાઇનલ બોનસ 11.150 લાખ રૂપિયા જોડીને આપવામાં આવશે. આમ 35 વર્ષ પછી કુલ 25 લાખ થઈ જશે.
આ પોલિસીમાં તમારે ઓછામાં ઓછા 15 વર્ષ સુધી રોકાણ કરવું પડે છે. મહત્તમ રોકાણની સીમા 35 વર્ષ સુધી છે. પોલિસીમાં તમને અન્ય મેચ્યોરિટી બેનિફિટ્સ પણ મળે છે. તેમાં તમને 6.25 લાખ સુધીનું ઓછામાં ઓછું રિસ્ક કવર મળે છે જે 30 લાખ રૂપિયા સુધી હોઈ શકે છે.
આ પોલિસીમાં તમને ચાર પ્રકારના રાઇડર્સ મળે છે. જેમાં એક્સિડેન્ટલ ડેથ એન્ડ ડિસેબિલિટી રાઇડર, એક્સિડેન્ટ બેનિફિટ રાઇડર, ન્યૂ ટર્મ ઇન્શ્યોરન્સ રાઇડર અને ન્યૂ ક્રિટિકલ બેનિફિટ રાઇડર સામેલ છે. એટલે કે પોલિસી ધારકનું જો મૃત્યુ થાય છે, તો નોમિનીને પોલિસીનું 125 ટકા ડેથ બેનિફિટ આપવામાં આવશે.