Mutual Funds: રોકાણકારો માલામાલ! આ મ્યુચ્યુઅલ ફંડે માત્ર 8 દિવસમાં જ આપ્યું બમ્પર રિટર્ન
આ મહિને શરૂ કરાયેલા મ્યુચ્યુઅલ ફંડે તેના રોકાણકારોને થોડા દિવસોમાં જ સારી આવક કરાવી છે. આ ફંડ લોન્ચ થયાને માત્ર 8 દિવસ જ થયા છે અને જેમણે તેને સબસ્ક્રાઇબ કર્યું છે તેઓને લગભગ 9 ટકા નફો કરી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમે મોતાલાલ ઓસ્વાલ નિફ્ટી ઈન્ડિયા ડિફેન્સ ઈન્ડેક્સ ફંડ વિશે વાત કરી રહ્યા છીએ, જે એક પેસિવ મ્યુચ્યુઅલ ફંડ છે અને સંરક્ષણ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ફંડે તેની શરૂઆતના 8 દિવસમાં 8.62 ટકા વળતર આપ્યું છે.
મોતીલાલ ઓસવાલ નિફ્ટી ઈન્ડિયા ડિફેન્સ ઈન્ડેક્સ ફંડ એનએફઓમાંથી રૂ. 1,676 કરોડ એકત્ર કરવામાં સફળ રહ્યા હતા. આ ફંડ તેના રોકાણકારોને ઝડપથી વિકસતા સંરક્ષણ ક્ષેત્રના લાભો આપવા પર કેન્દ્રિત છે.
ફંડના પોર્ટફોલિયોમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ પાસે સૌથી વધુ 21.9 ટકા હોલ્ડિંગ છે. તે પછી ભારત ઈલેક્ટ્રોનિક્સમાં ફંડનું 20.5 ટકા હોલ્ડિંગ છે. ભારત ડાયનેમિક્સમાં 9.2 ટકા હોલ્ડિંગ છે અને કોચીન શિપયાર્ડમાં 9 ટકા હોલ્ડિંગ છે.
ફંડના હોલ્ડિંગમાં મઝાગન ડોક શિપબિલ્ડર્સ (6.4%), પ્રીમિયર એક્સપ્લોઝિવ્સ (8.09%), એસ્ટ્રા માઇક્રોવેવ પ્રોડ (4.7%), ડેટા પેટર્ન (4.4%), ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ (2.7%), BEML (5.95%), સોલર ઇન્ડસ્ટ્રીઝ (13.7%), સાયએન્ટ ડીએલએમ (5.57%) અને MTAR ટેક્નોલોજીસ (2.3%) પણ સામેલ છે.
Disclaimer: અહીં આપેલી માહિતી ફક્ત જાણકારી માટે આપવામાં આવી રહી છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજાર/મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે, પૈસાનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. ABPLive.com ક્યારેય કોઈને પણ પૈસાનું રોકાણ કરવાની સલાહ આપતું નથી.